- સ્માર્ટફોન, કંપનીઓ આ ફીચર્સનો કસ્ટમર્સને આકર્ષવા અને જાળવી રાખવા ઉપયોગ કરે છે
- બંને કંપનીઓ બ્લડ પ્રેશર મોનિટરિંગ સુધારવા માટે પણ કામ કરી રહી છે
- કંપનીઓ આ ફીચર્સનો કસ્ટમર્સને આકર્ષવા અને જાળવી રાખવા માટે ઉપયોગ કરી રહી છે
સેમસંગ ઇલેક્ટ્રોનિક્સ કંપની એપલ ઇન્ક. તથા અન્ય ટેક જાયન્ટ્સ સાથે હરીફાઇમાં ઊતરીને નોનઇન્વેસિવ બ્લડ સુગર મોનિટરિંગ અને કન્ટિન્યુઅસ બ્લડ પ્રેશર ચેકિંગ ટૂલ વિકસાવવાના મહત્ત્વાકાંક્ષી હેલ્થકેર લક્ષ્યાંક તરફ આગળ વધી રહી હોવાના અહેવાલ છે. સેમસંગના ડિજિટલ હેલ્થ ચીફ હોન પાકના જણાવ્યાનુસાર આ કામગીરી કંપનીની સંખ્યાબંધ ડિવાઇસીસમાં હેલ્થ ફીચર્સ સામેલ કરવા માટેના સઘન પ્રયાસોનો એક ભાગ છે, જે અંતર્ગત કંપનીએ તાજેતરમાં ગેલેક્સી રિંગની પણ જાહેરાત કરી હતી. કંપનીનો હેતુ ગ્રાહકોને તેમના શરીરના જુદા જુદા ભાગો પર અને ઘરની આસપાસના સેન્સર દ્વારા તેમના સ્વાસ્થ્યનું સંપૂર્ણ ચિત્ર પૂરું પાડવાનો છે. સેમસંગ, એપલ અને આલ્ફાબેટ ઇન્ક.ના સ્માર્ટફોન તથા સ્માર્ટવોચમાં હેલ્થ ટ્રેકિંગ ઓલરેડી એક કી સેલિંગ
પોઇન્ટ બની ચૂક્યું છે. કંપનીઓ આ ફીચર્સનો કસ્ટમર્સને આકર્ષવા અને જાળવી રાખવા માટે ઉપયોગ કરી રહી છે. કન્ટિન્યુઅસ બ્લડ પ્રેશર ટ્રેકિંગ અને ગ્લુકોઝ મોનિટરિંગ માટે સેન્સર્સનું નિર્માણ એક નોંધપાત્ર સિદ્ધિ બની રહેશે. એપલ કંપની વર્ષોથી યૂઝર્સને બ્લડ માટે સ્કિનને પ્રિક કરવાની જરૂર ન પડે તેવું ગ્લુકોઝ રીડર વિકસાવવા પર કામ કરી રહી છે, જે ડિવાઇસ ડાયાબિટીસના સેંકડો દર્દીઓ માટે ભારે રાહતરૂપ સાબિત થઇ શકે છે. હોન પાકે એક વિસ્તૃત ઇન્ટરવ્યૂમાં કહ્યું કે જો આપણે બ્લડ પ્રેશર અને ગ્લુકોઝ સતત ટ્રેક કરી શકીએ તો એક સંપૂર્ણપણે અલગ બોલગેમમાં પહોંચી શકીએ તેમ છીએ. મને લાગે છે કે બધા (બધી ટેક જાયન્ટ કંપનીઓ) તેના માટે પ્રયાસ કરી રહ્યા છે. અમે તેના માટે નોંધપાત્ર રોકાણ કરી રહ્યા છીએ.










