માઈક્રોસોફ્ટના ભારતીય મૂળના CEO સત્ય નડેલાના વેતનમાં ભારે વધારો થયો છે. વર્ષ-2024માં સત્ય નડેલાને કુલ વેતન ભથ્થું મળીને 79.1 મિલિયન ડોલર એટલે કે, ભારતીય રૂપિયામાં ગણીએ તો અધધ 670 કરોડ રૂપિયા મળશે. જે વર્ષ-2023ની સરખામણીમાં 63 ટકાનો વધારો થયો છે. વર્ષ-2014 પછીથી પ્રથમ પ્રસંગ છે જ્યારે સત્ય નડેલાને 79.1 મિલિયન ડોલર કમ્પન્સેશન આપવામાં આવશે. વર્ષ-2014માં તેઓને માઈક્રોસોફટના સીઈઓ બન્યા પછી 84 મિલિયન ડોલર વેતન તરીકે આપવામાં આવ્યું હતું.
માઈક્રોસોફટ કંપનીએ ગત રોજ રેગ્યુલેટરી ફાઈલિંગથી સત્ય નડેલાના વેતનમાં કરેલા વધારાની જાણકારી સામે આવી છે. નડેલાના વેતનનો મોટો હિસ્સો પર્ફોર્મન્સ બેસ્ટ સ્ટોક એવોર્ડ્સનો છે. જેની વેલ્યુ 2024માં 71.2 મિલિયન ડોલર છે. ગત વર્ષે 2023માં તેઓએ પર્ફોમન્સ બેસ્ટ સ્ટોક એવોર્ડ તરીકે 39 મિલિયન ડોલર આપવામાં આવ્યા હતા. અને તેઓને પગાર 48.5 મિલિયન ડોલર રહ્યો હતો.
માઇક્રોસોફ્ટના શેરમાં વર્ષ-2024માં 28 ટકાનો વધારો જોવા મળ્યો છે અને ગુરુવાર 24 ઓક્ટોબર, 2024ના રોજ કંપનીનું માર્કેટ કેપ વધીને 3.6 ટ્રિલિયન ડોલર થઈ ગયું છે. કંપનીના આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સમાં રોકાણ અને ટેક્નોલૉજીના કારણે આવકમાં વધારો થવાને કારણે કંપનીનું મૂલ્યાંકન વધ્યું છે. માઈક્રોસોફ્ટ તેના ઓફિસ ઉત્પાદનો અને AI-સંચાલિત કો-પાયલોટ સહાયકોને AI સાથે ફોલ્ડ કરી રહ્યું છે જેના માટે તે તેના ગ્રાહકો પાસેથી ચાર્જ વસૂલ કરે છે.
સત્ય નડેલાને વર્ષ-2024માં મળનારા કુલ પગારમાં અઢી મિલિયન ડોલર પગારનો હિસ્સો છે જે ગત વર્ષે પણ આટલો જ હતો. તેઓએ કેશ બોનસને ઘટાડવાની અપીલ કરી હતી, જેને બોર્ડે સ્વીકારી લીધી હતી. વર્ષ-2022માં નડેલાને 10 મિલિયન ડોલર બોનસ તરીકે અપાયું હતું. જે વર્ષ-2023માં ઘટીને 6.4 મિલિયન ડોલર અને વર્ષ-2024માં ઘટીને 5.2 મિલિયન ડોલર પર આવી ગયું છે.