- સાઉદી ક્રાઉન પ્રિન્સ આવતા મહિને પાકિસ્તાનની મુલાકાત લઈ શકે
- ઈમરાનના કાર્યકાળ દરમિયાન પાકિસ્તાને સાઉદીથી દૂરી બનાવી લીધી
- ભારતની G20 બાદ મુલાકાત લેવાના હતા પરંતુ પાકિસ્તાનનું તોડ્યું દિલ
પાકિસ્તાન સાઉદી અરેબિયા સામે ઘુંટણીએ પડ્યું હતું અને તેમની દેશની મુલાકાત માટે આમંત્રણ આપી રહ્યું હતું. હવે એવો દાવો કરવામાં આવ્યો છે કે, સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન આવતા મહિને પાકિસ્તાનની મુલાકાત લઈ શકે છે. તે ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં પાકિસ્તાનની મુલાકાત લેવાની યોજના બનાવી રહ્યા છે જોકે, આ અંગે સત્તાવાર પુષ્ટિ થઈ નથી. પાકિસ્તાન છેલ્લા ઘણા મહિનાઓથી સાઉદી અરેબિયાના વડા પ્રધાન મોહમ્મદ બિન સલમાનની મુલાકાત માટે વિનંતી કરી રહ્યું હતું.
સાઉદી ક્રાઉન પ્રિન્સ તાજેતરમાં G20 સમિટમાં ભાગ લેવા અને બાદમાં રાજ્યની મુલાકાતે ભારતની મુલાકાતે આવ્યા હતા. એવા અહેવાલો હતા કે પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન થોડા સમય માટે ઇસ્લામાબાદમાં રહી શકે છે પરંતુ પછીથી આ યોજના રદ કરવામાં આવી હતી. મોહમ્મદ બિન સલમાન છેલ્લે ફેબ્રુઆરી 2019માં પાકિસ્તાન ગયા હતા.
પાકિસ્તાને અનેકવાર વિનંતી કરી
પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે સૂચન કર્યું હતું કે સાઉદી ક્રાઉન પ્રિન્સને અમુક કલાકો રોકાવાને બદલે અલગ-અલગ તારીખે રાજ્યની મુલાકાત માટે આમંત્રણ આપવું વધુ સારું રહેશે. અહેવાલ અનુસાર, બંને પક્ષો પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનની મુલાકાતની તારીખોને અંતિમ રૂપ આપવા માટે એકબીજાના સંપર્કમાં હતા. એવી આશા છે કે મોહમ્મદ બિન સલમાન ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં પાકિસ્તાનની મુલાકાત લઈ શકે છે. સાઉદી ક્રાઉન પ્રિન્સની સંભવિત મુલાકાતને કારણે રખેવાળ વડા પ્રધાન અનવારુલ હક કક્કરે સાઉદી અરેબિયાની તેમની મુલાકાત મુલતવી રાખી છે. ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્ર માટે રવાના થતા પહેલા તેઓ સાઉદી અરેબિયાની મુલાકાત લેવાના હતા.
પ્રિન્સ સલમાનની મુલાકાતથી પાકિસ્તાન શું અપેક્ષા રાખે છે?
આર્થિક સંકટ વચ્ચે પાકિસ્તાનને સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અલ સાઉદની આગામી મુલાકાતથી ઘણી અપેક્ષાઓ છે. પાકિસ્તાનને વિશ્વાસ છે કે પ્રિન્સ સલમાનની મુલાકાત આર્થિક પડકારોનો સામનો કરવાના તેના પ્રયાસોના ભાગરૂપે દેશમાં વિદેશી રોકાણનો માર્ગ પણ ખોલશે. ગલ્ફ દેશોમાંથી રોકાણ આકર્ષવા માટે લશ્કરની આગેવાની હેઠળના પ્રયાસોના ભાગરૂપે હાલમાં સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ ફેસિલિટેશન કાઉન્સિલ (SIFC)ની સ્થાપના કરવામાં આવી છે. જેમાં સાઉદી અરેબિયાને અબજો ડોલરનું રોકાણ કરનાર મુખ્ય દેશ તરીકે ઓળખવામાં આવી છે.
ઈમરાનના કાર્યકાળ દરમિયાન પાકિસ્તાને સાઉદીથી દૂરી બનાવી લીધી
સૂત્રોએ જણાવ્યું હતું કે મોહમ્મદ બિન સલમાનની મુલાકાત દરમિયાન સાઉદી અરેબિયા પાકિસ્તાનમાં મોટા રોકાણ પ્રોજેક્ટ્સની જાહેરાત કરે તેવી અપેક્ષા છે. જેમાં ગ્વાદરમાં સાઉદી ઓઈલ રિફાઈનરીની સ્થાપનાનો પણ સમાવેશ થાય છે. બિલિયન-ડોલરના પ્રોજેક્ટની જાહેરાત સૌપ્રથમ ફેબ્રુઆરી 2019માં MBSની મુલાકાત દરમિયાન કરવામાં આવી હતી. જોકે, ઈમરાન ખાનની આગેવાની હેઠળની પીટીઆઈ સરકાર અને સાઉદી અરેબિયા વચ્ચેના તણાવ સહિતના વિવિધ કારણોસર આગળ કોઈ પ્રગતિ થઈ શકી નથી. પાકિસ્તાની આર્મી ચીફે મોહમ્મદ બિન સલમાનની હાથ જોડીને માફી માંગી અને આ રોકાણ પ્રોજેક્ટને પુનર્જીવિત કર્યો હતો. પાકિસ્તાને સાઉદી અરેબિયાને રેકો ડિક ખાણોના શેર વેચવામાં પણ રસ દાખવ્યો છે.