- બીજા વિશ્વયુદ્ધમાં જાપાનને રોકવા માટે અમેરિકાએ ઉઠાવ્યુ હતું આ પગલું
- અમેરિકાએ જાપાનના 5 શહેરો પર પરમાણુ હુમલાની યોજના બનાવી હતી
- 6 ઓગસ્ટે 1945ના રોજ હિરોશિમા અને 9 ઓગસ્ટે નાગાસાકી પર હુમલો
બીજા વિશ્વયુદ્ધમાં જાપાનને રોકવા માટે અમેરિકાએ તેના પાંચ શહેરો પર પરમાણુ હુમલાની યોજના બનાવી હતી. હિરોશિમા પર પહેલો હુમલો 6 ઓગસ્ટ 1945ના રોજ થયો હતો અને નાગાસાકી પર બીજો હુમલો 9 ઓગસ્ટના રોજ થયો હતો.
વર્ષ 1945માં 6 ઓગસ્ટના રોજ સવારે લગભગ 2 વાગે અમેરિકાના B-29 બોમ્બર 'ઇનોલા ગે'એ ટિનિયાન દ્વીપ પરથી ઉડાન ભરી હતી. તેનો ટાર્ગેટ હતું જાપાનનું શહેર હિરોશિમા હતું, જે 6 કલાકના અંતરે આવેલું હતું. જાપાનના હોન્શુ ટાપુ પરનું હિરોશિમા પરમાણુ હુમલા માટે પસંદ કરાયેલા પાંચ જાપાની શહેરોમાંથી પ્રથમ હતું.
ઇનોલા ગેના પાઈલટ 509 કમ્પોઝીટ ગ્રુપના કર્નલ પોલ ટિબેટ્સ હતા. હિરોશિમા પહોંચતા પહેલા, કર્નલ તિબેટ્સ ઇનોલા ગેને જાપાની રડારથી બચવા માટે ઓટોપાયલટ પર સપાટીની ખૂબ નજીકથી ઉડાન ભરી રહ્યા હતા. ટાર્ગેટ એરિયા પર પહોંચતાની સાથે ઇનોલા ગે એ ઉંચાઇ પર ઉડાન ભરી. 31 હજાર ફૂટ પર પહોંચીને તિબેટે નીચે જોયું.
હિરોશિમા પર હજી હુમલો થયો ન હતો
નીચે આટલી ઊંચાઈએથી કંઈ દેખાતું ન હતું, પણ એ વખતે સવારના આઠ વાગ્યાનો સૂરજ ચમકી રહ્યો હતો. જાપાની સૈનિકો પરેડ ગ્રાઉન્ડ પર તાલીમ લઈ રહ્યા હતા. મહિલાઓ અને બાળકો સહિત લોકો સાઇકલ પર અહીં-ત્યાં જતા હતા. આખું શહેર જન જીવનથી ભરેલું હતું. બીજા વિશ્વયુદ્ધમાં, હિરોશિમા પર કોઈ હવાઈ હુમલા થયા ન હતા.
સાડા ચાર હજાર કિલો વજનનો બોમ્બ
હુમલા એટલા માટે થયા ન હોતા કારણ કે, અમેરિકનોએ એપ્રિલ 1945માં નિર્ણય લીધો હતો કે, જે શહેરો પર પરમાણુ હુમલા કરવાના હતા તેવા પ્રથમ શહેરોમાં હવાઈ હુમલા કરવામાં ન આવે જેથી કરીને પરમાણુ હુમલા પછીના વિનાશનું ચોક્કસ મૂલ્યાંકન અને વિશ્લેષણ કરી શકાય. જો કે... કર્નલ પોલ ટિબેટ્સે રિલીઝ બટન દબાવ્યું અને લગભગ 4,000 કિલોગ્રામ વજનનો યુરેનિયમ ગન ટાઈપ બોમ્બ 'લિટલ બોય' હિરોશિમા પર પડવાની શરૂઆત થઇ.
તિબેટને ડર હતો કે, 31 હજાર ફૂટની ઊંચાઈએ પણ પરમાણુ વિસ્ફોટના આંચકાથી તેમના વિમાનને નુકસાન પહોંચી શકે છે. આથી તેણે બોમ્બ ફેંકતાની સાથે જ પોતાનું વિમાન આકાશની ઊંચાઈઓ પર જવા દીધું હતું.
43 સેકન્ડ પછી જાપાનની ધરતી પર વિનાશ
બરાબર 43 સેકન્ડ પછી, લિટલ બોય હિરોશિમાના પરેડ ગ્રાઉન્ડથી 1900 ફૂટ ઉપર હવામાં વિસ્ફોટ થયો. સૂર્યના દેશ હિરોશિમાના આકાશમાં જાણે સેંકડો સૂર્યો એકસાથે ફૂટી નીકળ્યા હોય, એટલા તેજસ્વી હતા. આ પ્રકાશ આજના ફ્લેશબલ્બની જેમ એકદમ સફેદ હતો. પ્રકાશ એટલો તેજસ્વી હતો કે જેઓ બચી ગયા તેઓના શરીર પર તેમના કપડાંની પેટર્ન છપાયેલી હતી. ખંડેર દિવાલો પર મૃતદેહોના પડછાયા કોતરેલા હતા. પક્ષીઓ હવામાં રાખ થઈ ગયા, જમીન શૂન્યથી 6400 ફૂટની અંદરની દરેક વસ્તુ બળીને રાખ થઈ ગઈ. માત્ર થોડી ઇમારતો રહી. તે પણ ખંડેર.

ધાક ઇનોલા ગે સુધી પહોંચી
વિસ્ફોટનો અવાજ સાડા અઢાર કિલોમીટરની ઊંચાઈએ હવામાં ઇનોલા ગે સુધી પણ પહોંચ્યો હતો. પ્લેનમાં હાજર ક્રૂ સમજી ગયા કે, તેમના જહાજને પણ કંઈક અથડાયું છે. જ્યારે જમીન સાથે અથડાતા બીજા આંચકાના વેવએ ઇનોલા ગેને હચમચાવી નાખી, ત્યારે કર્નલ તિબેટ્સે નીચેની તરફ જોયું. નીચે તે જ ઐતિહાસિક ધુમાડા અને આગના ગોટે ગોટા દેખાઇ રહ્યા હતા, જે મશરૂમ ક્લાઉડ તરીકે ઓળખવામાં આવે છે.
ડોઢ લાખ લોકો મૃત્યુ પામ્યા
સળગતી ગરમી, શોક વાવ, ઉડતા કાટમાળ અને પરમાણુ કિરણોત્સર્ગને કારણે ગ્રાઉન્ડ શૂન્યથી અડધો માઇલ દૂર 10 માંથી નવ લોકો માર્યા ગયા. શહેરની માત્ર 10 ટકા ઇમારતો જ બાકી હતી. આ હુમલામાં દોઢ લાખ લોકોના મોત થયા હોવાનો અંદાજ છે. શહેરથી 100 માઈલ દૂરથી પણ ધુમાડાના ગોટેગોટા જોઈ શકાતા હતા.
જાપાને 15 ઓગસ્ટે આત્મસમર્પણ કર્યું
પરંતુ યુદ્ધની ભયાનકતા અહીં અટકી ન હતી, ત્રણ દિવસ પછી એટલે કે 9 ઓગસ્ટે જાપાનના બીજા શહેર નાગાસાકી પર બીજો બોમ્બ 'ફેટ બોય' ફેંકવામાં આવ્યો. આમાં લગભગ 80 હજાર લોકોના મોત થયા હતા. આ હુમલાથી વિખૂટા પડી ગયેલા જાપાને 15 ઓગસ્ટ 1945ના રોજ હાર સ્વીકારી લીધી નહીંતર કોકુરા, યોકોહામા અને નીલગાતા આગામી પરમાણુ હુમલાઓને આધિન થઈ ગયા હોત.