પાડોશી દેશ પાકિસ્તાનમાં યોજાઈ રહેલા ભપકાદાર એસસીઓ સમિટ બેઠક માટે સભ્ય દેશોના હાઈ કમિશનર પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં છે. ભારત વતી વિદેશ મંત્રી એસ જયશંકર પાકિસ્તાન પહોંચ્યા છે. તેઓની આ યાત્રા નવ વર્ષ પછી કોઈ ભારતીય વિદેશ મંત્રીની પ્રથમ યાત્રા છે. જ્યા તેઓનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ અગાઉ વર્ષ-2015માં પાકિસ્તાન ગયા હતા. ત્યારે તેઓ વિદેશ સચિવ તરીકે પાડોશી દેશ પાકિસ્તાનમાં ગયા હતા. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે સ્વાગત કર્યું હતું.
આ અગાઉ 15 ઑકટોબરે જેવું પાકિસ્તાનના નૂરખાન એરબેઝ પર ભારતીય વાયુસેનાના વિમાનથી વિદેશ મંત્રી ઉતર્યા કે તેઓના સ્વાગત માટે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના અધિકારી ઈલિયાસ નિઝામી આગળ વધ્યા અને ઉષ્માથી સ્વાગત કર્યું હતું. તેઓના સ્વાગત માટે પાકિસ્તાના બાળકો પણ આવ્યાં હતાં. તેઓએ ફૂલોનો બુકો આપ્યો અને ફોટો પણ પડાવી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ મૂકી હતી.
પાકિસ્તાનના માર્ગો પર ભારતીય ધ્વજ લહેરાયા
પાકિસ્તાનના એરપોર્ટથી એસ જયશંકરને કાળા કલરની કારથી મીટિંગ સ્થળે લઈ જવામાં આવ્યા હતા. જેની પર ભારતીય ત્રિરંગો લગાવવામાં આવ્યો હતો. 15 ઑક્ટોબની રાત્રીએ પાકિસ્તાનના વડાપ્રધાન તરફથી તમામ હાઈ કમિશનર, મંત્રીઓ માટે ડિનર રાખવામાં આવ્યું હતું. જ્યાં એસ જયશંકરનું વડાપ્રધાન શાહબાઝ શરીફ ખુદ આગળ આવીને સ્વાગત કર્યું હતું.
નવ વર્ષ પછી ભારતીય મંત્રીનો વિદેશ પ્રવાસ
છેલ્લા ઘણા વર્ષોથી ભારત અને પાકિસ્તાનના સંબંધો તણાવપૂર્ણ છે. કાશ્મીરમાં આતંકવાદના મુદ્દે બંને દેશ આંતરરાષ્ટ્રીય મંચો પર એકબીજા ઉપર શાબ્દિક પ્રહારો કરતા રહેતા હોય છે. વર્ષ-2019માં પુલવામા હુમલા અને કલમ-370 નાબૂદ થયા પછી આ સંબંધો ફરીથી નીચલા સ્તરે પહોંચી ગયા છે. એસસીઓ સમિટમાં જયશંકરની પાકિસ્તાનની યાત્રા આ સંબંધોમાં સુધારા માટે એક આશા જગાડી છે.
સ્વાગત પર વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ શું કહ્યું?
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, તેઓ પાકિસ્તાનના મહેમાન છે. આ કોન્ફરન્સમાં ભાગ લેવા આવેલા તમામ નેતાઓનું પાકિસ્તાને સ્વાગત કર્યું છે અને ભારતના વિદેશ મંત્રી તેમજ તમામ મહેમાનો માટે પાકિસ્તાન વિશ્વ સમક્ષ પોતાનું આતિથ્ય બતાવી રહ્યું છે.
પાકિસ્તાનમાં એસસીઓ સમિટનું આયોજન
પાકિસ્તાન 15 અને 16 ઑક્ટોબરે SCO સભ્યોની બે દિવસીય બેઠકનું આયોજન કરી રહ્યું છે. તેમાં ભાગ લેવા ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર ઈસ્લામાબાદ પહોંચ્યા છે. SCOમાં ચીન, રશિયા, ભારત, પાકિસ્તાન, ઈરાન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન, ઉઝબેકિસ્તાન અને બેલારુસનો સમાવેશ થાય છે. આ દેશો વિશ્વની વસ્તીના 40 ટકા અને જીડીપીમાં 30 ટકા હિસ્સો ધરાવે છે. તમામ વિદેશી મહેમાનો માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે અને રાજધાનીના દરેક ખૂણા અને ખૂણે પોલીસ અને સેના તૈનાત છે.