• 7 ઓક્ટોબરની સવારે હમાસે કરેલા હુમલાને લઇ ખુલાસો
  • એક ગુપ્ત માહિતીની અવગણનાએ લીધો હજારો લોકોનો ભોગ
  • ઇઝરાયેલે ગુપ્ત માહિતીને ગંભીરતાથી લીધી ન હતી

7 ઓક્ટોબરની સવારે હમાસ દ્વારા કરવામાં આવેલા વિનાશક હુમલાના 2 કલાક પહેલા ઇઝરાયેલના અધિકારને મળી હતી માહિતી. જો કે, ઇઝરાયેલના સુરક્ષા વડાઓને એ વાતનો ખ્યાલ નહોતો કે હમાસ દ્વારા એક સાથે 5000 રોકેટ છોડવામાં આવશે. હમાસના હુમલા બાદ ઈઝરાયેલના અધિકારીઓએ વ્યક્તિગત રીતે નિષ્ફળતા વ્યક્ત કરી છે. 

 ઇઝરાયેલના સુરક્ષા અધિકારીઓને ગુપ્તચર અહેવાલો મળ્યા હતા કે હમાસ દ્વારા ઇઝરાયેલ પર હુમલો કરવાનું ષડયંત્ર કરી રહ્યું છે. જોકે ઇઝરાયેલના અધિકારીઓએ ગુપ્ત માહિતીને ગંભીરતાથી લીધી ન હતી. સુરક્ષા અધિકારીઓને માત્ર આ માહિતી મળી હતી કે હમાસના આતંકવાદીઓ સરહદમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી શકે છે. આ સાથે તેઓ કેટલાક ઈઝરાયેલના નાગરિકોનું અપહરણ પણ કરી શકે છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ઈઝરાયેલના વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ, આઈડીએફ ચીફ ઓફ સ્ટાફ હરઝી હલેવી અને શિન બેટ ચીફ રોનેન બાર ગુપ્તચર માહિતી એકત્ર કરવામાં સામેલ હતા.

ઇઝરાયેલ ક્યાં ખોટું થયું?

ગુપ્ત માહિતી મળ્યા બાદ અધિકારીઓએ નિર્ણય લીધો હતો કે આ મામલો સવાર સુધી રાહ જોઈ શકે છે. આ જ કારણ હતું કે ઇઝરાયલે બોર્ડર પર ન તો IDF સૈનિકોને એલર્ટ કર્યા અને ન તો ટેન્ક આગળ વધી. 7 ઓક્ટોબરે હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલામાં ઈઝરાયેલના ઘણા સૈનિકો પણ શહીદ થયા હતા.

શિન બેટે ગુપ્તચર અહેવાલ બાદ ઓપરેશન ટીમ મોકલી

ઈઝરાયેલની ચેનલે દાવો કર્યો છે કે બાતમી મળ્યા બાદ શિન બેટ દ્વારા આ પગલું લેવામાં આવ્યું હતું અને એક નાની ઓપરેશન ટીમને સરહદી વિસ્તારમાં મોકલવામાં આવી હતી. તે સમયે જ્યારે હમ્સાએ ઇઝરાયેલ પર હુમલો કર્યો, ત્યારે આ ટીમ કિબુત્ઝિમમાં એક ઓપરેશનમાં સામેલ હતી. હમાસના લડવૈયાઓએ પણ આ ટીમ પર હુમલો કર્યો હતો.



  • Follow us on: