- બલૂચિસ્તાનના ગ્વાદરમાં સુરક્ષાદળોના વાહનો પર ઘાતક હુમલો
- આતંકીના હુમલામાં 14 સૈનિકોના મોત થયાની પ્રાથમિક વિગત
- સમગ્ર વિસ્તારમાં આતંકીઓે શોધવા માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું
પાકિસ્તાન પર આતંકી હુમલા દિવસેને દિવસે વધી રહ્યા છે. તેવામાં હવે ફરી બલૂચિસ્તાનના ગ્વાદરમાં સુરક્ષાદળોના વાહનો પર આતંકીઓએ કરેલા હુમલામાં 14 સૈનિકોના મોત થયાના સમાચાર સામે આવ્યા છે.
પાકિસ્તાનની સેનાએ આતંકી હુમલાની જાણકારી આપતા કહ્યુ હતુ કે, સુરક્ષા દળોના વાહનો પર આતંકીઓએ ઘાત લગાવીને હુમલો કર્યો હતો. વાહનોનો કાફલો ગ્વાદર જિલ્લામાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે બે વાહનો આતંકીઓની ચપેટમાં આવ્યા હતા. જેમાં 14 સૈનિકોના મોત થયા છે. સમગ્ર વિસ્તારમાં આતંકીઓે શોધવા માટે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યુ છે.










