• કંગાળ પાકિસ્તાનની હાલાત દિન-પ્રતિદિન કફોડી બની
  • ઝૈદ હામિદ સરકારને પોતાના પરમાણુ હથિયારો અન્ય દેશોને વેચવાની સલાહ આપી
  • ઘરમાં ખાવાના ફાંફા છે અને દેશના વડાપ્રાધાન તુર્કીની મદદ માટે ગયા

કંગાળ પાકિસ્તાનની હાલાત દિન-પ્રતિદિન વધારે બગડતી જાય છે દરેક જગ્યાએ તેનું અપમાન થઈ રહ્યું છે. ખાવા માટે લોકો ફાંફા મારી રહ્યા છે તો બીજી તરફ મોંઘવારીનો દર આસમાને છે. ત્યારે ઘરમાં ખાવાના ફાંફા છે અને દેશના વડાપ્રાધાન તુર્કીની મદદ માટે ગયા હતા. બાદમાં પાકિસ્તાનના એક પત્રકારે દાવો કર્યો હતો કે, હાલમાં જે તૂર્કીને રાહત સામગ્રી મોકલી છે તે અગાઉ પાકિસ્તાન હોનારતમાં તૂર્કીએ આપી હતી.

સમગ્ર વિશ્વમાં આ કારણે વધુ ગુસ્સો જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે પાકિસ્તાની સૈન્ય બાબતોના નિષ્ણાત ઝૈદ હામિદ સરકારને પોતાના પરમાણુ હથિયારો અન્ય દેશોને વેચવાની સલાહ આપી રહ્યા છે.

https://twitter.com/ManojKu40226010/status/1627320358171971585

પાકિસ્તાનનો આ વ્યક્તિ ઝૈદ હામિદ છે અને જે સૈન્ય બાબતોમાં નિષ્ણાત છે. જે સૈન્ય બાબતોમાં નિષ્ણાત છે કે, અમે લાચાર છીએ અને અમે અમારા પરમાણુ અને મિસાઇલોની નિકાસ કરીશું. તમે (પાકિસ્તાનની સરકાર) ખુલ્લેઆમ સાઉદી અરેબિયાને ઓફર કરો છો, ઈરાનને ખુલ્લી ઓફર કરો છો, તુર્કીને ખુલ્લેઆમ ઓફર કરો છો અને ખુલ્લેઆમ વિશ્વની સામે કરો છો. અમારી પાસે 150 ન્યુક્લિયર વોર હેડ છે તો અમે તેમાંથી 5 સાઉદીને વેચીશું તેનાથી અમને કોઈ અસર નહીં થાય. અમે NTP પર હસ્તાક્ષર કર્યા નથી. અમને કોઈ સમસ્યા નથી. આ નિકાસ છે ધંધો છે. અમે અમારી ટેક્નોલોજી અન્યને વેચી રહ્યા છીએ.

પાકિસ્તાનનમાં મોંઘવારીનો માર

પાકિસ્તાનની અર્થવ્યવસ્થા ખૂબ જ ખરાબ સ્થિતિમાં છે. ખાવાના ફાંફા છે. ગરીબ અને મધ્યમ વર્ગની હાલત કફોડી બની છે. મોંઘવારીને કારણે આ વર્ગ ખાદ્યપદાર્થો ખરીદી શકતો નથી. પાકિસ્તાનમાં દૂધની કિંમત 300 રૂપિયા પ્રતિ લીટર સુધી પહોંચી ગઈ છે. ચાની પત્તી 2500 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. ચિકન 800 રૂપિયા પ્રતિ કિલો, ઘઉંનો લોટ 300 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયો છે. સરકારને વિદેશમાંથી પણ કોઈ આશા નથી મળી રહી. IMFએ લોન આપવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો હતો.