• અમેરિકામાં પ્રથમ વખત ગૃહનું સત્ર શીખ પ્રાર્થના સાથે શરૂ
  • ન્યુ જર્સીના પાઈન હિલ ગુરુદ્વારાના ગ્રંથી જસવિંદર સિંહે કરી પ્રાર્થના
  • આ પહેલા પ્રાર્થના ખ્રિસ્તી પાદરી દ્વારા કરવામાં આવતી

અમેરિકાએ વધુ એક ઐતિહાસિક પગલું ભર્યું છે. અમેરિકાએ આ વખતે સંસદ સત્રની કાર્યવાહી અલગ રીતે શરૂ થઇ હતી. ન્યુ જર્સીના પાઈન હિલ ગુરુદ્વારાના ગ્રંથી, જ્ઞાની જસવિંદર સિંહે શુક્રવારે પ્રાર્થના સાથે ગૃહમાં દિવસની કાર્યવાહી શરૂઆત કરી હતી. તમને જણાવી દઈએ કે, આ પહેલા પ્રાર્થના સામાન્ય રીતે ખ્રિસ્તી પાદરી દ્વારા કરવામાં આવે છે.

જસવિન્દર સિંહ સત્રમાં પ્રાર્થના કરનાર પ્રથમ શીખ

ગૃહના સ્પીકર કેવિન મેકકાર્થીએ જાહેરાત કરી કે જસવિન્દર સિંહ કાર્યવાહી શરૂ કરશે. જસવિન્દર સિંહ યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં પ્રાર્થના કરનાર પ્રથમ શીખ ધર્મગુરુ છે. પ્રાર્થના બાદ તરત જ ગૃહમાં પ્રવેશતા સાંસદ ડોનાલ્ડ નોરક્રોસે તેને ઐતિહાસિક પ્રસંગ ગણાવ્યો હતો. તેમણે કહ્યું, 'આજનો ઈતિહાસ એ યાદ કરાવે છે કે અમેરિકા ધર્મની સ્વતંત્ર અભિવ્યક્તિનું સ્વાગત કરે છે અને તેના મૂલ્યો માટે પ્રતિબદ્ધ રહેશે. જસવિંદર સિંહે આજે જર્સીને ગૌરવ અપાવ્યું છે અને તેની સાથે આ ક્ષણનો ભાગ બનવું એ ગૌરવની વાત છે.

શીખ સમુદાય માટે ખૂબ જ ખુશીનો અવસર

શીખ કોઓર્ડિનેશન કમિટી ઈસ્ટ કોસ્ટના મીડિયા પ્રવક્તા હરજિન્દર સિંહે જણાવ્યું હતું કે આજે અમેરિકી સંસદના ઈતિહાસમાં પ્રથમ વખત ગૃહનું સત્ર શીખ પ્રાર્થના સાથે શરૂ થયું છે. આ શીખ સમુદાય માટે, સમગ્ર વૈશ્વિક શીખ સમુદાય માટે ખૂબ જ ખુશીનો અવસર છે. તેમણે કહ્યું, 'અમે આ ગૃહના સભ્યો માટે પ્રાર્થના કરી છે જે સ્વતંત્ર વિશ્વ અને અહીંના તમામ અમેરિકનોની સુરક્ષા માટે કામ કરી રહ્યા છે. અમે એક જાતિ તરીકે સમગ્ર માનવતા માટે પ્રાર્થના કરીએ છીએ.

  • Follow us on: