• સોમાલિયામાં આ સૌથી વધુ ઘાતક હુમલા પૈકીનો એક છે
  • આતંકવાદી હુમલા બાદ સમુદ્રનું પાણી લોહીથી લથપથ થયું
  • સોમાલિયાની રાજધાની મોગાદિશુના સમુદ્ર તટ પર અલ-શબાબ આતંકવાદી જૂથે ફાયરિંગ કર્યું


સોમાલિયાનો દરિયો લોહીથી લથપથ એ સમયે થયો જ્યારે અચાનક ત્યાંની એક બીચ પર એકઠા થયેલા લોકો પર અંધાધૂંધ ગોળીબાર થવા લાગી હતી. અલ-શબાબ નામના કુખ્યાત આતંકવાદી ગૃપના આત્મઘાતી હુમલાખોરો અને બંદૂકધારીઓએ સોમાલિયાની રાજધાની મોગાદિશુમાં એક અતિ વ્યસ્ત સમુદ્ર તટ પર આ હુમલો કર્યો હતો. જેમાં 32 લોકોનાં મોત થયા હતા અને બીજા સેંકડો લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસે આ આ હુમલાને લઈને જણાવ્યું કે, થોડા મહિલામાં થયેલો આ સૌથી ઘાતક હુમલામાનો એક છે.

ઉલ્લેખનીય છે કે, અલ-કાયદા સાથે સંકળાયેલ જેહાદી 17 વર્ષથી વધુ સમયથી આંતરરાષ્ટ્રીય સ્તરે સરકાર વિરુદ્ધ બળવો પોકારેલો છે અને પહેલા તેને વેપારીઓ અને અધિકારીઓ વચ્ચે લોકપ્રિય લિડો સમુદ્ર તટક્ષેત્રને ટાર્ગેટ બનાવ્યું છે. હુમલાની તરત બાદ ઓનલાઈન જાહેર કરેલ વીડિયોમાં લોકોને માર્ગ પર દોડતા જોઈ શકાય છે. ઘણી વીડિયો ક્લિપમાં સમુદ્ર તટ લોહીથી લથપડ મૃતદેહો પડેલા દેખાય છે.

 સુરક્ષાદળોએ ઘેરાવ કર્યો

ઉલ્લેખનીય છે કે, સોમાલિયાની રાજધાની મોગાદિશુમાં દરિયા કિનારે પાસે આવેલી એક જાણીતી હોટલમાં બોમ્બ અને ગોળીબારની સૂચના મળ્યા પછી સુરક્ષાદળોએ ઘટનાસ્થળને ઘેરી લીધું હતું. અધિકારીઓ અને નજરે જોનારાઓએ આ જાણકારી આપી હતી. સોમાલિયાના સુરક્ષાદળોએ હુમલાખોરોને મારી નાખ્યા હોવાનું પછી સામે આવ્યું હતું. અલ-કાયદાના પૂર્વ આફ્રિકા સહયોગી અલ-શબાબે આ હુમલાની જવાબદારી સ્વીકારી અને જણાવ્યું કે હોટલ પર તેને લડવૈયાએ હુમલો કર્યો હતો. મહત્ત્વનું છે કે, મોગાદિશુની જાણીતા સમુદ્ર તટ પર શુક્રવારે રાત્રે સેંકડો લોકો ફરવા આવતા હોય છે.

ઘણા સાક્ષીઓએ હુમલાખોરોને જોયો

એક નજરે જોનારે જણાવ્યું કે એક હુમલાખોરને વિસ્ફોટકો સાથે જેકેટ પહેરેલો જોવા મળ્યો હતો. થોડીવાર પછી તેને હોટલની પાસે પોતાની જાતને વિસ્ફોટથી ઉડાવી દીધી હતી. હોટલની સાથે તેમાં રહેલા કેટલાક સહયોગીઓ માર્યા ગયા અને બીજા ઘાયલ થયા હતા. એક બીજા સાક્ષીએ જણાવ્યું કે, તેને ઘણા લોકોને જમીન પર બેભાન સ્થિતિમાં જોયા હતા. બીજા કેટલાક ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવા માટે મદદ કરી હતી. લિડો સમુદ્ર તટને અગાઉ પણ કુખ્યાત આતંકવાદી જૂથ અલ-શબાબ સાથે સંકળાયેલ આતંકવાદીઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. ગત વર્ષે એક હુમલામાં નવ લોકોનાં મોત થયા હતા. આ હુમલામાં અત્યાર સુધી 32 લોકોનાં મોતનો ખુલાસો થયો છે.