- દક્ષિણ કોરિયાની રાજધાની સિયોલના દક્ષિણ વિસ્તારમાં બેટરી ફેકટરીમાં વિકરાળ આગ
- બેટરી પ્લાન્ટમાં લાગેલી આગનું કારણ અકબંધ
- ફાયર બ્રિગેડ અને પોલીસના જવાનો દ્વારા ફેકટરીમાં બચાવ અને રાહતની કામગીરી
દક્ષિણ કોરિયામાં એક બેટરી પ્લાન્ટમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. જેમાં આગને લીધે 20 લોકોનાં મોત થયા છે. જ્યારે 50થી વધુ ઈજાગ્રસ્ત હોવાનું સામે આવ્યું છે. આગને લીધે સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે. સોમવારે એક લીથિયમ બેટરી પ્લાન્ટમાં આ આગ ભભૂકી ઉઠી હતી. આગ એટલી તો વિકરાળ હતી કે એક જવાળાઓ ઉપર જોઈ શકાતી હતી. આગની જાણ થતા પોલીસ અને ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે પહોંચી તાબડતોબ બચાવ કામગીરી હાથ ધરી હતી.













