- ઉત્તરી જાફના દ્વીપકલ્પના કરાઈનગર ઓફશોર વિસ્તારમાંથી માછીમારોની ધરપકડ
- અગાઉ 6 ડિસેમ્બરે મન્નાર-કોવિલાનમાં 21 ભારતીય માછીમારોની કરી ધરપકડ
- બંને દેશો વચ્ચે ઉચ્ચ સ્તરીય રાજદ્વારી ઉકેલની જરૂર: કેન્દ્રીય મંત્રી દેવાનંદ
શ્રીલંકાના નૌકાદળે 14 ભારતીય માછીમારોની ધરપકડ કરી છે અને ટાપુ રાષ્ટ્રના પ્રાદેશિક જળસીમામાં માછીમારી કરવા માટે તેમના ટ્રોલર્સ જપ્ત કર્યા છે. આ ઘટના બાદ આ વર્ષે ધરપકડ કરાયેલા ભારતીય માછીમારોની કુલ સંખ્યા લગભગ 240 પર પહોંચી ગઈ છે.
નૌકાદળે જણાવ્યું હતું કે રવિવારે ઉત્તરી જાફના દ્વીપકલ્પના કરાઈનગર ઓફશોર વિસ્તારમાંથી માછીમારોની ધરપકડ કરવામાં આવી હતી. અગાઉ 6 ડિસેમ્બરે મન્નાર અને કોવિલાનના ઉત્તર-પૂર્વીય જળસીમામાં ઓછામાં ઓછા 21 ભારતીય માછીમારોની ધરપકડ કરવામાં આવી હતી અને તેમના ચાર ટ્રોલર્સ જપ્ત કરવામાં આવ્યા હતા.













