• શ્રીલંકાની કાયદાકીય પ્રક્રિયા પછી તમામને છોડવાનો નિર્ણય લેવાયો
  • અજાણતા એકબીજાના જળક્ષેત્રમાં પ્રવેશ કરવાના
  • શ્રીલંકાની નેવીએ 17 ભારતીય માછીમારોને મુક્ત કર્યા


પાડોશી દેશ શ્રીલંકાના જળ વિસ્તારમાં કથિત રીતે ગેરકાયદે માછીમારી કરવા દરમિયાન ધરપકડ કરાયેલા ભારતીય માછીમારોને મુક્ત કરી દેવામાં આવ્યા છે. શ્રીલંકાની નેવીએ ધરપકડ કરાયેલા 17 ભારતીય માછીમારોએ આજે ભારત પરત રવાના કર્યા છે. માછીમારી કરવાની તૈયારીમાં રહેલા તમામ ભારતીય માછીમારોને શ્રીલંકન નેવીની જાળમાં ફસાઈ ગયા હતા. કાયદેસરની પ્રક્રિયાઓનું પાલન કર્યા પછી તમામ માછીમારોને હવે આઝાદ કરી દેવામાં આવ્યા છે.


ભારતીય મિશને આ જાણકારી આપી હતી. આ ઘટના 21 ભારતીય માછીમારોની ધરપકડના થોડા દિવસ પછી થઈ. જેને શ્રીલંકન નેવીએ ધરપકડ કરી હતી અને બીજી ઓગસ્ટે કોલંબોથી ચેન્નઈ પરત મોકલી દીધા હતા. 

ભારતીય મિશને આપી જાણકારી

બુધવારે, શ્રીલંકામાં ભારતીય મિશનએ તમામ માછીમારોની તસવીર સાથે સોશિયલ પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટમાં લખ્યું, "તેમના ઘરે જઈ રહ્યા છીએ." શ્રીલંકામાંથી 17 ભારતીય માછીમારોને સફળતાપૂર્વક પરત મોકલવામાં આવ્યા છે.'' માછીમારોનો મુદ્દો દ્વિપક્ષીય સંબંધોમાં એક વિવાદાસ્પદ વિષય છે, જેમાં શ્રીલંકાના નૌકાદળના જવાનોએ 'પાક સ્ટ્રેટ' વિસ્તારમાં ભારતીય માછીમારો પર ગોળીબાર કર્યો હતો અને શ્રીલંકાના પાણીમાં ગેરકાયદેસર રીતે માછીમારી કરી હતી તેમની બોટ જપ્ત કરવામાં આવી હતી.


શ્રીલંકાએ આરોપ મૂક્યો

ભારતીય માછીમારોને મુક્ત કર્યા પછી શ્રીલંકાએ દાવો કર્યો છે કે, ભારતીય અધિકારી પણ આ પ્રકારનું વલણ અપનાવે છે. જળસંધિથી બંને દેશના માછીમારો માટે એક સમૃદ્ધ માછલી પકડવાનું ક્ષેત્ર છે. અહીં ઘણીવાર અજાણતા એકબીજાના જળક્ષેત્રમાં પ્રવેશ કરવાના લીધે ધરપકડ કરવામાં આવે છે.