• કોંગોની રાજધાની કિંશાસામાં સંગીત સમારોહમાં નાસભાગની ઘટના સર્જાઈ
  • ગત વર્ષે પણ ગત વર્ષે નાસભાગમાં 11 લોકોનાં મોત થયા હતા
  • કોંગોમાં ગત વર્ષોમાં આવી નાસભાગની ઘટનાઓ સામે આવી છે


કોંગોની રાજધાની કિંશાસામાં શનિવારે સાંજે એક સંગીત સમારોહમાં નાસભાગ દરમિયાન સાત લોકોનાં મોત થયા હતા, જ્યારે અન્ય લોકો ઘાયલ થયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે નાસભાગ કિંશાસાની મધ્યમાં અને 80 હજાર લોકોની ક્ષમતા ધરાવતા સ્ટેડિયમમાં થઈ હતી. જ્યાં કોંગોના લોકપ્રિય ગાયક માઈક કલામબાઈ પ્રદર્શન કરી રહ્યા હતા. મળતી માહિતી મુજબ આ નાસભાગમાં સાત લોકોનાં મોત થયા હતા, જ્યારે કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે.


અસામાજિક તત્વોને કાબૂ કરવાનો પ્રયાસ

સમગ્ર ઘટનાની તપાસ હાલ ચાલુ છે. જો કે, કાર્યક્રમનું આયોજન કરનાર સ્થાનિક કંપનીએ જણાવ્યું કે અરાજકતા ત્યારે સર્જાઈ જ્યારે સુરક્ષા સેવાઓ પુરી પાડનાર તરફતી અસાજમાજિ તત્વોને કાબૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે સંગીત સમારોહમાં આશરે 30 હજાર લોકોએ ભાગ લીધો હતો, જેમાં ઘણા સંગીતકાર સામેલ હતા.

ઘટનાસ્થળ અને પ્રસારણના વીડિયોથી જાણવા મળે છે કે સ્ટેડિયમની બહાર બેરિકેડ્સની સામે જંગી માનવ મેદની હતી અને તે સ્ટેડિયમમાં આવવાની પ્રતીક્ષા કરી રહ્યા હતા. અંદર લકોોને સેન્ટ્રલ મંચ સુધી જતા વીડિયોમાં જોઈ શકાતા હતા. 

સંગીત સમારોહમાં નાસભાગની ઘટના

 ઈજાગ્રસ્તોને તાબડતોબ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અધિકારીઓએ આ વાત પર કંઈ નિવેદન આપવાનું ટાળ્યું છે. આ સિવાય નાસભાગ થવાનું કારણ પણ નહોતું જણાવ્યું.


ગત વર્ષે નાસભાગમાં 11 લોકોનાં મોત થયા હતા

કોંગોમાં ગત વર્ષોમાં આવી નાસભાગની ઘટનાઓ ખૂબ જોવા મળી છે. જેના લીધે ઘણીવાર બળ પ્રયોગ કરવાની નોબત આવે છે. ગત વર્ષે ઑક્ટોબર મહિનામાં આ સ્ટેડિયમમાં એક સંગીત સમારોહમાં આ રીતે જ થયેલી અથડામણમાં 11 લોકોનાં મોત થયા હતા.


  • Follow us on: