• ટેક્સાસમાં 90 ફૂટ ઉંચી હનુમાનજીની પ્રતિમા અનાવરણનો સમારોહ યોજાયો
  • કાર્યક્રમમાં આખા અમેરિકામાંથી ભારે જનમેદની ઉમટી પડી
  • આ પ્રતિમા અમેરિકાની ત્રીજા નંબરની સૌથી ઉંચી પ્રતિમા છે

 

અમેરિકાના ટેકસાસમાં 90 ફૂટ ઉંચી હનુમાનજીની પ્રતિમાનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. આ પ્રતિમા અમેરિકાની ત્રીજા નંબરની સૌથી ઉંચી પ્રતિમા છે. આને સ્ટેચ્યૂ ઑફ યુનિયનના નામથી ઓળખવામાં આવે છે. 18 ઓગસ્ટે હ્યૂસ્ટન ટેક્સાસમાં એક ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં આખા અમેરિકામાંથી ભારે જનમેદની ઉમટી હતી.

  

હનુમાનજીની મનમોહક મૂર્તિની સ્થાપના

આ સુંદર અને મનમોહક પ્રતિમાની સ્થાપના શ્રી અષ્ટલક્ષ્મી મંદિર, શુગર લેંડ ટેક્સાસમાં કરવામાં આવી છે. આ ઐતિહાસિક પ્રોજેક્ટ પાછળના વિચારક ચિન્નાજીયાર સ્વામીજી છે. આ પ્રતિમા ભગવાન હનુમાનના એવા મહત્ત્વપૂર્ણ ભૂમિકાની યાદગાર છે જેમાં તેઓએ શ્રીરામ અને સીતાના મિલનમાં મદદ કરાવી હતી. 

આ આયોજનમાં ભારતીય સમુદાયની વચ્ચે એક નવી ઊર્જા અને ઉત્સાહનો સંચાર કર્યો છે. પ્રતિમાના ઉદઘાટન સમારોહ હ્યૂસ્ટનમાં એક ઐતિહાસિક ઘટનાના રૂપમાં જોવામાં આવી રહી છે.

  • Follow us on: