- પાકિસ્તાનમાં બ્રિટિશ કાળથી ઈશનિંદાનો કાળો કાયદો અમલમાં
- ધાર્મિક ભાવનાને હાનિ થાય તેવા ઈરાદાથી ફોટા, વીડિયો શેર કરાયાનો ફરિયાદીનો આરોપ
- વિદ્યાર્થીના પિતાએ લાહોર હાઈકોર્ટમાં અરજી કરવાની ઈચ્છા દર્શાવી
પાડોશી દેશ પાકિસ્તાનમાં એક 22 વર્ષીય વિદ્યાર્થી સામે ઈશનિંદાનો આરોપમાં મોતની સજા ફટકારવામાં આી છે. તેને કથિત રીતે ઈશનિંદા કન્ટેટ બનાવ્યો હતો. જેમાં ધાર્મિંક ટિપ્પણી, ફોટા અને વીડિયો સામેલ હતા. આને શેર કરવાના આોપમાં એક સગીરને પણ આજીવન કેદની સજા આપી છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતની એક કોર્ટના જજે જણાવ્યું કે, 22 વર્ષીય વિદ્યાર્થીએ કેટલાક ફોટા અને વીડિયો બનાવ્યા હતા. જેમાં કથિત રીતે પ્રોફેટ અને તેઓની પત્નીઓ અંગે વાત કહેવામાં આવી હતી.
ધાર્મિક ભાવનાઓને નુકસાન કરવાનો ઈરાદો
બંને વિદ્યાર્થીઓ પર લગાવેલા આરોપ પર પોતાનો ચુકાદામાં કોર્ટે કહ્યું કે ધાર્મિક ભાવનાઓને હાનિ થાય તેવા ઈરાદા સાથે ઈશનિંદાની સામગ્રી શેર કરવામાં આવી હતી. સામગ્રી શેર કરનાર શખ્સને જનમટીમની સજા સંભળાવી હતી અને તેની ઉંમર 17 વર્ષની છે.
ખોટા કેસમાં ફસાવવામાં આવ્યો
એક રિપોર્ટ અનુસાર બંને યુવકોએ આરોપોને નકારી દીધા હતા. અને તેઓના વકીલોએ તર્ક આપ્યો કે ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા છે. બંને વિદ્યાર્થીઓ વિરુદ્ધ વર્ષ-2022માં પાકિસ્તાન ફેડરલ ઈન્વેસ્ટિગેશન એજન્સીની સાયબર સેલે લાહોરમાં નોંધી હતી.
જુદાજુદા મોબાઈલ ફોન નંબરથી ઈશનિંદાની સામગ્રી મોકલાઈ
ફરિયાદીઓએ આરોપ લગાવ્યો હતો તે ત્રણ જુદાજુદા મોબાઈલ ફોન નંબર પરથી ઈશનિંદાની સામગ્રી ધરાવતા વીડિયો અને ફોટા મળ્યા હતા. તપાસ એજન્સીને ફરિયાદીઓના ફોનની તપાસ પછી અશ્લીલ સામગ્રી મોકલાઈ હોવાનું સામે આવ્યું હતું. રિપોર્ટ અનુસાર, 22 વર્ષીય શખ્સના પિતાએ જણાવ્યું કે તે પોતાના પુત્ર પર આવેલા ચુકાદા વિરુદ્ધ લાહોર હાઈકોર્ટમાં અપીલ કરશે.
પાકિસ્તાનમાં ઈશનિંદા પર મોતની સજા
ઈશનિંદા વિરુદ્ધ કાયદાઓને બ્રિટિશ કાળમાં બનાવવામાં આવ્યા હતા. જે વર્ષ-1980ના દાયકામાં પાકિસ્તાનની સૈન્ય સરકાર આનો મોટાપાયે ઉપયોગ કરવામાં આવ્યો હતો.