- સુદાનમાં અર્ધસૈનિક દળે એક ગામમાં તોડફોડ, લૂંટફાટ અને આગચંપી કરી
- સતત 18 મહિનાથી ચાલુ વિનાશકારી સંઘર્ષ હજી રોકાવાનું નામ નથી લઈ રહ્યો
- મહિલાઓ, બાળકો સહિત 85 લોકોનાં હત્યાથી આખા ગામમાં અરેરાટી વ્યાપી
સુદાનમાં અર્ધસૈનિક જૂથે એક ગામમાં ત્રાટકીને તોડફોડ, લૂંટ, આગચંપી આચરી હતી. ત્યારબાદ મહિલાઓ અને બાળકો સહિત ઓછામાં ઓછા 85 લોકોની હત્યા કરી દીધી હતી. આ ઘટના પછી આખા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. સ્થાનિકોએ આ ઘટના અંગે સરકારી તંત્રને જાણ કરી હતી. સુદાન દેશમાં છેલ્લા 18 મહિનાથી ચાલી રહેલા વિનાશકારી સંઘર્ષમાં રક્તપાતની આ તાજા ઘટના છે.
સુદાનના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, અર્ધસૈન્ય દળે જુલાઈમાં સૈન્નાર પ્રાંતના ગલગાનીમાં હુમલા શરૂ કર્યા અને ગત અઠવાડિયાએ આ ટીમના સભ્યોએ ગામના હથિયાર વગરના લોકો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. ગ્રામીણોના અપહરણ અને મહિલાઓ અને યુવતીઓ સાથે દુષ્કર્મનો વિરોધ કર્યો હતો જે બાદ તેઓની પર પણ હુમલા કર્યા હતા.













