- સુએલા બ્રેવરમેને બાળ જાતીય શોષણને સમાપ્ત કરવાની નવી યોજનાઓનું અનાવરણ કર્યું
- બ્રિટિશ પાકિસ્તાનીઓની એક ગેંગ છે જે ડ્રગ્સ અને રેપ આપે છે: સુએલા બ્રેવરમેન
- બાળ શોષણ પર મૌન રાખનારાઓની જવાબદારી સુનિશ્ચિત કરવામાં આવશે
બ્રિ઼ટેનમાં યુવા યુવતીઓનું શોષણ કરતી ગેંગના અસંખ્ય અહેવાલોને પગલે ગૃહ સચીવ સુએલા બ્રેવરમેને બાળ જાતીય શોષણને સમાપ્ત કરવાની નવી યોજનાઓનું અનાવરણ કર્યું છે. નવા કાયદા અંગે તેમણે આવા ગુનાઓમાં સામેલ બ્રિટિશ પાકિસ્તાની પુરુષોની ગેંગ વિશે મૌન રાખવાની સંસ્કૃતિ વિશે પણ વાત કરી હતી.
ભારતીય મુળના મંત્રીએ આ દરમિયાન બ્રિટિશ પાકિસ્તાની ગુનેગારોનો સીધો ઉલ્લેખ કર્યા વગર કોઈ પણ જાતના કવર-અપ કર્યા વગર કર્યું હતું કે, મોટાભાગના બ્રિટિશ પાકિસ્તાની પુરુષો આવા ગુનાઓમાં સામેલ છે. બ્રિટિશ પાકિસ્તાનીઓની એક ગેંગ છે જે ડ્રગ્સ અને રેપ આપે છે.
તેમણે કહ્યું હતું કે રાજકીય શુદ્ધતા અધિકારીઓને કામ કરતા અટકાવે છે. સરકારનું કહેવું છે કે ફરજિયાત રિપોર્ટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. બાળ શોષણ પર મૌન રાખનારાઓની જવાબદારી સુનિશ્ચિત કરવામાં આવશે. હોમ ઓફિસ માને છે કે યુવાન છોકરીઓની સંભાળ રાખતા વ્યાવસાયિકો જાતિવાદી અને ધર્માંધ તરીકે તેમજ રાજકીય શુદ્ધતાના લેબલના ડરથી દુરુપયોગ તરફ આંખ આડા કાન કરે છે. આ ડરના પરિણામે હજારો બાળકોનું બાળપણ બરબાદ થઈ ગયું છે અને ગુનેગારો મુક્તપણે ફરતા હોવાનું તેમણે જણાવ્યું હતું.
ગુનાઓમાં સામેલ પાકિસ્તાનીઓ
સુએલા બ્રેવરમેન આ વ્યવસાયો વિશે વાત કરે છે જેમાં શિક્ષકો, પોલીસ અને રાજ્ય એજન્સીઓના લોકોનો સમાવેશ થાય છે. જો કે, નવો નિયમ દાખલ કરવાનું પગલું ગયા વર્ષે બાળ જાતીય શોષણની સ્વતંત્ર તપાસની ભલામણ પછી આવ્યું છે. સુએલાએ કહ્યું હતું કે, 'આ ગુનેગારોમાં બ્રિટિશ પાકિસ્તાની પુરુષોનું એક જૂથ છે જે બ્રિટિશ મૂલ્યો સાથે સંપૂર્ણપણે અસંગત સાંસ્કૃતિક વલણ ધરાવે છે.'
મૌન ચાલશે નહીં
તેમની પ્રવૃત્તિઓ એક ખુલ્લું રહસ્ય છે તેમ છતાં તેઓને તેમના સમુદાય અને સમાજ બંનેમાં પડકારવામાં આવ્યો નથી. સુએલાએ કહ્યું હતું કે, ઈરાદાપૂર્વક આંખ આડા કાન, કાર્ય કરવામાં નિષ્ફળતા અને મૌન આ દુરુપયોગને સક્ષમ બનાવે છે.' આ લોકો છોકરીઓને ડ્રગ્સ આપીને તેમનું શોષણ કરે છે. સુએલા અગાઉ પણ પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહી છે. તે લિઝ ટ્રસ કેબિનેટમાં મંત્રી પણ હતી પરંતુ ઈમેલનો ખોટો ઉપયોગ કરવાને કારણે તેણે રાજીનામું આપવું પડ્યું હતું.