અવકાશ યાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર છેલ્લા ત્રણ મહિના કરતાં વધુ સમયથી સ્પેસમાં ફસાઈ ચુક્યા છે. જ્યારે બીજી બાજું સ્પેસક્રાફટ સ્ટારલાઈનરમાં બંને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ગયા હતા. હવે આ બંનેને લીધા વગર ધરતી પર પાછું આવી ચુક્યું છે. આ દરમિયાન સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરનું પ્રથમ નિવેદન સામે આવ્યું છે. તેઓને જણાવ્યું કે, અમે આગામી તકની તરફ જોઈ રહ્યા છીએ.

જયારે બંને અવકાશયાત્રીઓને પૂછવામાં આવ્યું કે, શું મિશન પર જે પણ ટેક્નિકલ ક્ષતિ આવી આના કારણથી તમે બોઈંગ અને નાસાથી નારાજ તો નથી. તો તેઓએ આ વાતથી સ્પષ્ટ ઈનકાર કરી દીધો. બુચ વિલ્મોરે સુનિતાની ટી-શર્ટ પર બનાવેલા નાસાના લોગો તરફ ઈશારો કરતા કહ્યું કે, આ એ ચીજનું પ્રતિનિધિત્વ કરે છે જે માટે અમે ઊભા છીએ, અમે આગળ વધીએ છીએ અને અમે એવું કરીએ છીએ જે સામાન્યથી હટીને હોય છે

બંનેએ શું નિવેદન આપ્યું?

અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સના સાથી બુચ વિલ્મોરે કહ્યું કે, અમે આને અમારી વગર જતું નથી જોઈ શકતા. પરંતુ એ થવાનું હતું. આને અમારા વગર જ જવું હતું. સુનિતા વિલિયમ્સે આ અંગે આશા સાથે કહ્યું કે અમે આગામી અવસરને જોઈએ છીએ.

 https://twitter.com/PTI_News/status/1834781966006190550 

“અમે તૈયાર છીએ”

આ મિશન આઠ દિવસથી આઠ મહિનાનું થઈ ચુક્યું છે. જેના લીધે હવે સ્પેસમાં ત્રણ મહિના પસાર કર્યા પછી આગળ બંને અવકાશ યાત્રીઓએ પાંચ મહિના સ્પેસમાં જ રહેવાનું છે. જેને લઈ બંનેએ કહ્યું કે, અમે આ માટે તૈયાર છીએ. બુચ વિલ્મોરે કહ્યું કે, આઠ મહિના સુધી અમે પોતાનું બેસ્ટ યોગદાન આપીશું.

ચૂંટણીમાં આ રીતે મત આપશે

અમેરિકામાં પાંચમી નવેમ્બરે રાષ્ટ્રપતિ ચૂંટણી યોજાવાની છે. જેને લઈ સુનિતા વિલિયમ્સ અને વિલ્મોરે કહ્યું કે, અમે પ્લાન કરી રહ્યા છીએ કે અમે સ્પેસમાં જ વોટ આપીએ. સુનિતા વિલિયમ્સે હસતા કહ્યું કે, "આ કેટલું જુદું હશે કે, અમે સ્પેસમાંથી મતદાન કરવાના છીએ.''

હવે બંને કયારે પરત આવશે?

સ્ટારલાઈનર સ્પેસક્રાફટમાં આવેલી ટેક્નિકલ ખામીને કારણે બંને અવકાશયાત્રીઓનું પરત ફરવાનું મિશન વારંવાર ટળી રહ્યું હતું. જે બાદ નાસાએ 24 ઓગસ્ટે જાહેરાત કરી કે સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર ક્રૂ 9 મિશનનો હિસ્સો હશે અને વર્ષ-2025માં ફેબ્રુઆર મહિનામાં સ્પેસએક્સના ડ્રેગન સ્પેસક્રાફટથી આઠ મહિના પછી અવકાશમાંથી ધરતી પર પાછા ફરશે. સ્ટારલાઈનર સ્પેસક્રાફટ વગર ક્રૂએ ધરતી પર આવી ચુક્યું છે.