જૂનથી અવકાશમાં અટવાયેલી નાસાની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સની નવી તસવીરે સમગ્ર વિશ્વને હેરાન કરી દીધા છે. તસવીરોમાં જોઈ શકાય છે કે તેનું વજન ઘણું ઓછું થઈ ગયું છે. ગાલ પણ બેસી ગયા છે.


હવે તો નાસામાં પણ ગભરાટનો માહોલ છે અને ત્યાંના એક કર્મચારીએ કહ્યું છે કે જ્યારે તે આ તસવીર જોઈ ત્યારે તે ચોંકી ગયો હતો. નાસા હાલમાં સુનીતાના સ્વાસ્થ્ય પર નજીકથી નજર રાખી રહ્યું છે. સુનીતા અને વિલ્મોર બૂચ જૂનના પ્રથમ સપ્તાહમાં આઠ દિવસ માટે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ગયા હતા, પરંતુ બોઈંગ સ્ટારલાઈનરમાં ટેકનિકલ સમસ્યા સર્જાતાં બંનેને ત્યાં 150 દિવસથી વધુ સમય રોકાવું પડ્યું હતું. બંને અવકાશયાત્રીઓ આવતા વર્ષે ફેબ્રુઆરીમાં જ પૃથ્વી પર પાછા ફરી શકશે.

સુનીતા વિલિયમ્સની બગડતી તબિયત પર નાસાના વૈજ્ઞાનિકોએ ધ્યાન આપ્યું છે. તેમને કહ્યું કે સુનીતા વિલિયમ્સનું વજન ઘણું ઘટી ગયું છે અને તેના ગાલ બેસી ગયા છે. પરિસ્થિતિથી પરિચિત નાસાના કર્મચારીએ કહ્યું કે "તે હવે માત્ર હાડકાં અને ચામડીમાં જેમ જ રહી છે." પોસ્ટ મુજબ તેને કહ્યું કે "હવે પ્રાથમિકતા તેના વજનને સ્થિર કરવાની છે અને આશા છે કે આ પરિસ્થિતિ બદલાઈ જશે." જ્યારે મેં છેલ્લી તસવીર જોઈ ત્યારે હું હેરાન રહી ગયો, જેના વિશે અમે વાત કરી રહ્યા છીએ. "તે એક વાસ્તવિક ચિંતા છે અને દરેક તેને ગંભીરતાથી લઈ રહ્યા છે."


દરરોજ બે કલાક કસરત કરવી જરૂરી

તમને જણાવી દઈએ કે સુનીતાએ લગભગ 140 પાઉન્ડના વજનથી પોતાની અંતરિક્ષ યાત્રા શરૂ કરી હતી. પરંતુ જેમ જેમ સફર આગળ વધતી ગઈ તેમ તેમ તેણે પોતાનું વજન જાળવવા માટે જરૂરી ઉચ્ચ કેલરી લેવા માટે સંઘર્ષ કર્યો. નાસાના કર્મચારીએ જણાવ્યું કે "તેમને તેમનું વર્તમાન વજન જાળવી રાખવા માટે દરરોજ લગભગ 3,500 થી 4,000 કેલરી ખાવાની જરૂર છે, અને જ્યારે તમે કેલરીથી ઓછું ખાવાનું શરૂ કરો છો, ત્યારે તમારું વજન ઝડપથી ઘટે છે." કર્મચારીએ આગળ સમજાવ્યું કે સમસ્યા વધુ વિકટ બની જાય છે કારણ કે અવકાશયાત્રીઓને અવકાશમાં તેમના સ્નાયુઓ અને હાડકાંને મજબૂત રાખવા માટે દરરોજ બે કલાકથી વધુ સમય સુધી કસરત કરવી પડે છે, જે વધારાની કેલરી બર્ન કરે છે.

સુનીતાના સ્વાસ્થ્ય પર નાસા ચાંપતી નજર

સુનીતા વિલિયમ્સની તસવીરો વાયરલ થયાના એક મહિના પહેલા નાસાના ડોક્ટરોએ તેના વજન પર ધ્યાન આપવાનું શરૂ કર્યું હતું. અભ્યાસો દર્શાવે છે કે ખાસ કરીને મહિલા અવકાશયાત્રીઓ અવકાશ યાત્રા દરમિયાન મેટાબોલિઝમમાં ફેરફારને કારણે તેમના પુરૂષ સમકક્ષો કરતાં વધુ ઝડપથી માંસપેશિયોને નુકસાન થાય છે.

નાસાના પ્રવક્તાએ એમ પણ જણાવ્યું હતું કે વિલિયમ્સ ઊંચાઈ પર રહેવાના કુદરતી તણાવને કારણે લક્ષણો જોવા મળી રહ્યા છે. તેમને કહ્યું કે નાસાના તમામ અવકાશયાત્રીઓને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર નિયમિત મેડિકલ ચેકઅપ કરાવવામાં આવે છે. તેની દેખરેખ રાખવા માટે તેની પાસે એક સમર્પિત ફ્લાઈટ સર્જન છે અને તેની તબિયત સારી છે.


  • Follow us on: