ભારતીય મૂળની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સના તાજેતરમાં જાહેર કરવામાં આવેલા ફોટાઓમાં સુકલકડી જોઈને નિષ્ણાતો તેના આરોગ્યને જોઈ ચોંકી ગયા હતા. સુનિતાનું વજન ખૂબ ઓછું થઈ ગયું છે, અને તે ખૂબ દુબળી દેખાઈ હી છે. આ સ્થિતિમાં પ્રાથમિકતા તેના વજનને સામાન્ય કરવાનું છે. 


મિશનના સમયમાં આ કારણ જવાબદાર
ભારતીય મૂળની અમેરિકી અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેના પાર્ટનર બેરી વિલ્મોરને આ વર્ષે 5 જૂને બોઈંગ સ્ટારલાઈનર દ્વારા સ્પેસમાં મોકલવામાં આવ્યા હતા. શરૂઆતમાં તેમનું મિશન માત્ર આઠ જ દિવસનું હતું, પરંતુ સ્ટારલાઈનરમાં ટેકનિકલ ક્ષતિને કારણે તેઓનું અવકાશમાં રોકાણ લંબાવવામાં આવ્યું હતું. આ દરમિયાન લાંબા સમય સુધી અવકાશમાં અટવાયેલા રહેવાના કારણે તેઓના આરોગ્ય પર ખરાબ અસર થઈ છે. હવે તેમનું અવકાશ મિશન આઠ મહિના માટે લંબાવવામાં આવ્યું છે અને તેઓનું પૃથ્વી પર પાછા ફરવું ફેબ્રુઆરી-2025 સુધીમાં જ શક્ય બનશે. તેથી, હવે નાસા તેઓના આરોગ્યની સ્થિતિ જાળવવા પર સંપૂર્ણ ધ્યાન આપી રહ્યું છે.

સ્પેસમાં વજન ઘટવાનું કારણ શું છે?
અવકાશમાં વજન ઘટડવું એ એક સામાન્ય ઘટના છે, ખાસ કરીને લાંબા મિશનમાં. મળતી માહિતી અનુસાર, અવકાશયાત્રીઓને પૃથ્વી પર રહેતા લોકો કરતાં વધુ કેલરીની જરૂર પડે છે. મિશનની શરૂઆતમાં સુનિતા વિલિયમ્સનું વજન 63.5 કિલો હતું અને તેની ઊંચાઈ 5 ફૂટ 8 ઈંચ હતી. પરંતુ તેમના માટે તૈયાર થતા ઉચ્ચ કેલરી ખોરાક પણ તેમની જરૂરિયાતો પૂરી કરવામાં સક્ષમ ન હતો.

અવકાશમાં, માનવ શરીરનું ચયાપચય ઝડપી બને છે, જેના કારણે તેમને વધુ કેલરીની જરૂર પડે છે. નાસાના નિષ્ણાતોનું કહેવું છે કે સામાન્ય અવકાશયાત્રીએ દરરોજ 3500થી 4000 કેલરીનો વપરાશ કરવો જોઈએ જેથી તેનું વજન સ્થિર રહે. આ સિવાય શરીરને શૂન્ય ગુરુત્વાકર્ષણમાં ફિટ રાખવા માટે દરરોજ આશરે બે કલાકની કસરત પણ જરૂરી છે, જેનાથી કેલરી પણ બર્ન થાય છે અને વજન પણ ઘટે છે.


સુનિતા વિલિયમ્સ માટે સ્પેશિયલ સગવડ
નાસાના તબીબોએ સુનિતા વિલિયમ્સના આરોગ્ય પર આશરે એક મહિના અગાઉથી ધ્યાન આપવાનું શરૂ કરી દીધું છે. જેથી સુનિતાની સ્થિતિને સુધારવા માટે સારા પગલાં ઉઠાવી શકાય. સુનિતાને દરરોજ 5000 કેલેરી સુધી ખાવાની સલાહ આપવામાં આવી છે, જેથી તેના શરીરીની ઉર્જાની જરૂરિયાતોને પૂર્ણ કરી શકાય અને તેના વજનને સ્થિર રાખી શકાય.

નાસાને ઘણા અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે, અવકાશ પ્રવાસની અસર મહિલાઓ પર વધુ નકારાત્મક પડતી હોય છે. વર્ષ-2023ના એક અભ્યાસ પ્રમાણે મહિલાઓમાં અવકાશમાં રહેવા દરમિયાન માંશપેશિયાને નુકસાન પુરુષોની સરખામણીમાં વધુ થાય છે. આ કારણે મહિલા અવકાશયાત્રીઓને વધુ સાવધાની રાખવી પડતી હોય છે.
  • Follow us on: