• લાસ વેગાસની નેવાડા જિલ્લા કોર્ટમાં બની વિચિત્ર ઘટના
  • મહિલા જજના ચુકાદાના વિરોધમાં આરોપીએ કરી હરકત
  • જજ પર આરોપી યુવક કૂદીને હુમલો કર્યો, જજ ઈજાગ્રસ્ત

આમ તો કોર્ટમાં જ્યારે પણ જજ ચુકાદો અપાતો હોય ત્યારે આરોપીથી લઈ દરેક ચુપચાપ આ ચુકાદાને સ્વીકારી લેતા હોય છે. અથવા ઉપરની કોર્ટમાં ચુકાદાને પડકારવાનો નિર્ણય લેવાતો હોય છે. પરંતુ અમેરિકાના લાસ વેગાસના નેવાડામાં કોર્ટ રૂમમાં એક અલગ જ દ્રશ્ય જોવા મળ્યું હતું. આ સમગ્ર ઘટનાક્રમનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. કોર્ટ રૂમમાં જજે જેવો ચુકાદો આપ્યો કે આવેશમાં આવી આરોપી યુવકે જિલ્લા કોર્ટના મહિલા જજ પર હુમલો કરી દીધો હતો. બાદમાં હાજર સુરક્ષાકર્મીઓએ આરોપીને હટાવ્યો હતો.

અને આરોપીએ એકાએક હુમલો કર્યો

આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી પ્રમાણે આ ઘટના ત્યારે સર્જાઈ જ્યારે મહિલા જજ ચુકાદો આપી રહ્યાં હતાં. આ દરમિયાન આરોપી ગુસ્સામાં આવીને જજ પર સીધો જ હુમલો કરી દીધો હતો. વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છે કે, વકીલે જજને પોતાના અસીલ માટે ન્યાય અંગે ફેરવિચારણાની માંગ કરી હતી. ત્યારે આની પર ટિપ્પણી કરતા મહિલા જજે કહ્યું કે, હવે મને લાગે છે કે આરોપીએ હવે બીજું કશુંક જોવું જોઈએ. ત્યારે વાયરલ વીડિયોમાં આરોપી જજને અપશબ્દો બોલતા ચીસો પાડતો સાંભળી શકીએ છીએ. બાદમાં તે મહિલા જજ પર તૂટી પડયો અને સીધા જ જજ પર પડયો હતો. જેથી મહિલા જજ જમીન પર પછડાઈ હતી. સરકારી નિવેદન પ્રમાણે જજે હુમલા દરમિયાન આરોપીને કાબૂ કરનાર તમામ લોકોની વીરતાની પ્રસંશા કરી હતી. મહિલા જજે કહ્યું કે, કોર્ટ એક સુરક્ષિત કોર્ટ હાઉસ છે.,અમે પોતાના તમામ પ્રોટોકોલની હાલ તો સમીક્ષા કરી રહ્યા છીએ. જો કે મહિલા જજને થોડી ઈજા આવી હતી અને હોસ્પિટલ ખસેડાઈ હતી. જજ પાસે સુરક્ષામાં રહેનાર માર્શલને પણ આ ઘટનામાં ઈજા પહોંચી હતી. 


  • Follow us on: