સ્વિટર્ઝલેન્ડ દેશ આમ તો તેની સુંદરતા અને મનમોહક દ્રશ્યો માટે જાણીતો છે. જેથી દેશ-વિદેશથી અહીં લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. તેમજ અહીંના લોકોનો મિલનસાર સ્વભાવ પણ વિશ્વામાં જાણીતો છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી અહીં એકાએક આપઘાતની ઘટનાઓમાં ધરખમ વધારો થતા સરકાર પણ ચોંકી ઉઠી છે. આટલું ઓછું હોય તેમ સ્યુસાઈડ કેપસ્યૂલ ખૂબ ચર્ચામાં છે.

સ્થાનિક પોલીસે આ મુદ્દે ગુનાહિત કેસ નોંધી તપાસ શરૂ કરી છે. આપઘાતમાં મદદ કરનારી કેપસ્યૂલ સાર્કોને પ્રથમવાર વપરાશ નથી કરાયો. આને આ રીતે ડિઝાઈન કરાયું છે કે આની અંર બેસીને એક બટના દબાવી દેતા ચેંબરમાં નાઈટ્રોજન ગૅસ ફેલાઈ જાય છે અને ત્યારબાદ વ્યકિતને ઊંઘ આવી જાય છે ત્યારબાદ વ્યકિત થોડીક જ ક્ષણમાં મોતને ભેટે છે. પોલીસે એક નિવેદનમાં જણાવ્યું કે, ઘણા લોકોની અટકાયત કરી છે અને પરિવારજનોએ આપઘાત માટે ઉકસાવવા અને મદદ કરવાની શંકામાં તપાસ શરૂ કરી છે.

સ્વિટર્ઝલેન્ડના એક જંગલમાં આ આત્મહત્યાનું કેપસ્યૂલ મશીન લગાવવામાં આવ્યું છે, જ્યાં આપઘાત કરનારની ઈચ્છા ધરાવતા લોકો સંતાઈને આવે છે. આ કેપસ્યૂલમાં બેસીને તેને બંધ કરે છે અને પછી બટન દબાવી દેતા હોય છે. મિનિટોમાં જ ખેલ ખતમ થઈ જાય છે. એક ખાનગી કંપનીએ પીડા રહિત આપઘાત કરતા લોકો માટે આ કેપસ્યૂલ બનાવી છે. પરંતુ આનાથી ઘણા આત્મહત્યાઓ થતા પોલીસ અને સરકાર પણ હરકતમાં આવી ગઈ છે. હવે સ્વિટર્ઝલેન્ડ પોલીસે નવી આત્મહત્યા કેપસ્યૂલમાં એક વ્યકિતના શંકાસ્પદ મોતને લઈ ઘણા લોકોની અટકાયત કરી લીધી છે.

સ્યૂસાઈડ કેપસ્યૂલની કિંમત 10 લાખ ડોલર
મળતી માહિતી અનુસાર, પોલીસે એક ફોટોગ્રાફરની અટકાયત કરી છે. આ ફોટોગ્રાફર શંકાસ્પદ રીતે ફોટો લઈ રહ્યો હતો તે સમયે જ પોલીસે અટકાયત કરી લીધી હતી. પોલીસે ફોટોગ્રાફરની અઠકાયત કરી પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખ્યો છે. પરંતુ આગળની જાણકારી નહોતી આપી. નેધરલેન્ડમાં આપઘાતની મદદ કરનાર એક્ઝિટ ઈન્ટરનેશનલે જણાવ્યું કે, તેને થ્રી-ડી પ્રિન્ટેડ ઉપકરણ બનાવ્યું છે. આને ડેવલપ કરવામાં 10 લાખ અમેરિકી ડોલરથી વધુ ખર્ચો થયો છે. આ કંપની સાથે સંકળાયેલ ડોકટરે જણાવ્ચું કે, તેના સંગઠને સ્વિટર્ઝલેન્ડના વકીલોની સલાહ મળી છે કે દેસમાં સાર્કોનો ઉપયોગ કાયદેસર રીતે માન્ય રહેશે.

સ્યૂસાઈડ કેપસ્યૂલના સંચાલકોને જેલ થઈ શકે છે
ગત જુલાઈમાં ખાનગી કંપનીના સંચાલકોને ફરિયાદીએ વકીલ મારફતે નોટિસ મોકલાવી છે. સ્યુસાઈડ કેપસ્યૂલના સંચાલકને ગુનાહિત કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે. કેપસ્યૂલના ઉપયોગને લઈ કેસ થઈ શકે છે. ગરમીને લીધે આરોગ્ય સમસ્યાઓથી કંટાળીને એક 54 વર્ષીય અમેરિકન મહિલાએ આ ઉપકરણનો ઉપયોગ કરનાર પ્રથમ વ્યકિત બનાવાની યોજના બનાવી હતી. આ યોજનાને જો કે આગળ નહોતી વધારી શકી.
  • Follow us on: