કુદરતી સૌંદર્યથી ભરપૂર અને મળતાવડાં લોકોનો દેશ એવો સ્વિટર્ઝલેન્ડમાં એક અમેરિકન મહિલાના આપઘાતથી ભારે હોબાળો મચી ગયો છે. આ મહિલનું મોત સ્યુસાઈડ પોડમાં થયું છે. આ મહિલાએ સ્યુસાઈડ પોડમાં સૂઈને જાતે બટન દબાવ્યું હતું. હવે આ 64 વર્ષીય મહિલાી છેલ્લી ઈમેજ સામે આવી છે. બે બાળકોના માતા સ્યુસાઈડ પોડની અંદર ચાલી ગઈ હતી. જે બાદ તે રોબોટના અવાજની પ્રતીક્ષા કકવા લાગી. જેમાં તેને અવાજ સંભળાયો. જો તમે મરવા માગતા હોય તો આ બટન દબાવો. ત્યારબાદ મહિલાએ મોતનું બટન દબાવીને પોતાની જીવન લીલા સમાપ્ત કરી લીધી હતી. 
 

મૃતક મહિલાને ત્રણ પ્રશ્નો પૂછાયા
સ્વિટર્ઝલેન્ડના અતરિયાળ જંગલમાં આ મહિલા છેલ્લીવાર જોવા મળી હતી. તે એક કેપસ્યૂલ પોડમાં ચડી ગઈ હતી. અંદર ગયા પછી તેને એક કોડ અપાયો હતો. પછી તેનું ઢાંકણ બંધ થયું. અંદર ગયા પછી મહિલાને ત્રણ સવાલ પૂછાયા, તું કોણ છે, તું ક્યાં છો અને શું તું જાણે છે કે તું બટન દબાવીશ તો શું થશે?

બે મિનિટ અંદર જ મહિલા બેભાન
મહિલાએ આનો જવાબ હામાં આપી દીધો અને છેલ્લીવાર યાદ અપાવ્યું કે જો તેને બટન દબાવ્યું તો તેની સાથે શું થશે. છેલ્લે પાછા વળીને નહીં જોવાય. મહિલાએ કોઈપણ ખચકાટ વગર એવું કર્યું. થોડીવારમાં સ્યુસાઈડ પોટમાં નાઈટ્રોજન ભરાઈ ગયો. જેનાથી ઓક્સિજન ન મળી શક્યો. અને મહિલા બે મિનિટની અંદર બેભાન થઈ. ફરી પાંચ મિનિટની અંદર તેને મૃત જાહેર કરવામાં આવી. ધ સરકો નામથી ઓળખાતું આ 'સ્યુસાઈડ પોડ' આઠ જુલાઈ 2024ના રોજ નેધરલેન્ડના રોટરડેમમાં જોવા મળ્યું હતું. 
  • Follow us on: