ઉત્તરી સીરિયામાં મનબીજ શહેરની સીમમાં બોમ્બ બ્લાસ્ટની ઘટના સામે આવી છે. આ બ્લાસ્ટ કૃષિ શ્રમિકોને લઈ જઈ રહેલા વાહન પાસે થયો હતો. ઘટનામાં ઓછામાં ઓછા 15 લોકો મોત થયા જ્યારે ડઝનેક લોકો ઘાયલ થયા હતા. સ્થાનિક નાગરિક સંરક્ષણ અને યુદ્ધ મોનિટરિંગ સંસ્થાએ આ વિશે માહિતી આપી છે. ડિસેમ્બરમાં બશર અસદની હકાલપટ્ટી બાદ ઉત્તરપૂર્વીય અલેપ્પો પ્રાંતના મનબીજમાં હિંસાની ઘટનાઓ બની છે. 'સીરિયન નેશનલ આર્મી' તરીકે ઓળખાતા તુર્કી સમર્થિત જૂથો યુએસ સમર્થિત કુર્દિશની આગેવાની હેઠળની 'સીરિયન ડેમોક્રેટિક ફોર્સિસ' સાથે અથડામણ યથાવત છે.
સીરિયામાં કેવી સ્થિતિ છે?













