• અફઘાનિસ્તાનમાં તાલીબાનની મનમાની
  • મહિલાઓને લઇ લગાવ્યા કડક પ્રતિબંધ
  • મહિલા-પુરુષોને એક સાથે બેસવા પર રોક

તાલીબાની રાજે અફઘાનિસ્તાનની સુરત બદલી નાખી છે. અનેક પ્રતિબંધોનો સામનો કરી રહેલી તાલીબાની મહિલાઓને હવે રેસ્ટોરાંમાં જવા ઉપર પણ રોક લગાવી દેવામાં આવી છે. તાલીબાનની રેસ્ટોરાંમાં મહિલા-પુરુષોને એક સાથે બેસવા ઉપર રોક લગાવાઈ છે. આતંકવાદી સંગઠને ફરમાન બહાર પાડ્યું છે કે, પાર્કમાં મહિલા અને પુરુષ અલગ અલગ દિવસે ફરવા માટે જઈ શકે છે. અફઘાનિસ્તાનના ત્રીજા સૌથી મોટા શહેર હેરાતમાં મહિલાઓને ડ્રાઈવીંગ લાયસન્સ આપવા ઉપર પણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. સાથે જ તેમના તમામ શરીરને ઢાંકીને રાખવા માટે જણાવવામાં આવ્યું છે.

અખબારની માહિતી અનુસાર, હેરાતમાં તાલીબાનની જેલ પણ છે, જ્યાં મહિલાઓને કોઈ કારણ વગર પુરુષ સાથી સાથે ટેક્ષીમાં બેસવા માટે કોઇપણ કેસ ચલાવ્યા વિના જ કેદ કરી લેવામાં આવે છે. સ્કૂલના વિદ્યાર્થીઓને પણ તેમના સહપાઠી પુરુષ સાથી સાથે ફોટો ખેંચવા માટે પણ સજા કરવામાં આવે છે. તાલીબાની ડિક્સનરીમાં આવા કામો ગુનાની શ્રેણીમાં આવે છે. અફઘાનિસ્તાનમાં જાહેરમાં માનવ અધિકારોનું અને મહિલા અધિકારોનું હનન થઇ રહ્યું છે. તાલીબાની વાયદાઓ આપી ફરી ગયા છે જેમાં તેઓએ તેમના પાછલા કાર્યકાળ દરમ્યાન ઉદારતાથી શાસન કરવાની વાત કરી હતી.

એક તાલીબાની અધિકારીએ નવા આદેશ અંગે પુષ્ટિ કરતા કહ્યું કે, મહિલા અને પુરુષને રેસ્ટોરાંમાં અલગ અલગ બેસવા માટે સુચન કરાયું છે. એક જણાવ્યું કે, રેસ્ટોરાં માલિકોને મૌખિકરૂપે ચેતવણી આપી દેવામાં આવી છે. ભલે પછી આવનાર ગ્રાહક પતિ-પત્ની હોય તો પણ નિયમ દરેક ઉપર લાગુ કરવામાં આવ્યો છે.

એક અફઘાની મહિલાએ જણાવ્યું કે બુધવારે હેરાત રેસ્ટોરાંમાં મેનેજરે પતિ-પત્ની બંનેને અલગ બેસવા માટે જણાવ્યું હતું. તાલીબાનના આ ફરમાનને રેસ્ટોરાં માલિક પોતાના વ્યાપારના નુકશાન તરીકે જોઈ રહ્યા છે. તાલીબાની અધિકારીએ જણાવ્યું કે, તેમની ઓફિસથી બહાર પાડવામાં આવેલા આદેશ મુજબ હેરાતના પાર્કમાં મહિલા અને પુરુષોને ફરવા માટે અલગ અલગ દિવસ નક્કી કરવામાં આવ્યા છે. સીરતે જણાવ્યું કે, મહિલાઓ ગુરુવાર, શુક્રવાર અને શનિવારે જ્યારે અન્ય દિવસે પુરુષો ફરવા માટે જઈ શકશે. જો કોઈ મહિલા આ દરમ્યાન એક્સર્સાઇઝ કરવા ઇચ્છતી હોય તો સારું છે કે તેઓ પોતાના ઘરમાં રહી ને જ એક્સર્સાઇઝ કરે.

  • Follow us on: