- મસ્કની નેટવર્થ 147.7 અબજ ડોલરની નીચી સપાટીએ
- મસ્ક છેલ્લા એક વર્ષમાં ટેસ્લાના લગભગ 40 અબજ ડોલરના શેર વેચી ચૂક્યા છે
- એલન મસ્કે જાહેરાત કરતા જણાવ્યું કે તેઓ ટ્વિટરના સીઇઓનું પદ છોડી દેશે
એલન મસ્કે વિશ્વના સૌથી ધનિક શખ્સનું બિરુદ ગુમાવ્યાના અઠવાડિયા બાદ પણ તેમની કંપની ટેસ્લાના શેરના ભાવમાં કડાકો જારી રહેતા મસ્કની નેટવર્થમાં જંગી ઘટાડો નોંધાયો છે. મંગળવારે ટેસ્લાના શેરમાં ઓક્ટોબર પછીનો એક દિવસનો સૌથી મોટો કડાકો બોલતા મસ્કની નેટવર્થમાં એક જ દિવસમાં 7.7 અબજ ડોલરનું ધોવાણ થયું છે. ઉલ્લેખનીય છે કે લક્ઝરી ટાયકૂન બર્નાર્ડ આર્નોલ્ટ ગત 13 ડિસેમ્બરે મસ્કને પછાડીને વિશ્વના સૌથી ધનિક શખ્સ બન્યા હતા. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ મુજબ ટેસ્લાના સીઇઓ મસ્કની નેટવર્થ હાલ 147.7 અબજ ડોલર સાથે બે વર્ષથી પણ વધુ સમયની નીચી સપાટીએ છે. 2021માં મસ્કની નેટવર્થમાં જંગી વધારો થયો હતો જ્યારે 2022માં તેઓ અત્યાર સુધીમાં કુલ 122.6 અબજ ડોલરની ખોટ કરી ચૂક્યા છે. મસ્કની સંપત્તિમાં મુખ્ય હિસ્સો ટેસ્લાના શેરનો છે પરંતુ એક તરફ ટેસ્લાનો શેર તૂટી રહ્યો છે જ્યારે બીજી તરફ મસ્ક છેલ્લા એક વર્ષમાં ટેસ્લાના લગભગ 40 અબજ ડોલરના શેર વેચી ચૂક્યા છે.
મસ્ક ટ્વિટરના સીઇઓનું પદ છોડશે










