• થાઇલેન્ડની આર્થિક સ્થિતિ પડી નબળી
  • જ્યાં 6 મહિનામાં 10 લાખ ભારતીયો જાય છે ફરવા
  • ડિઝિટલ વૉલેટ યોજનાની કરી સરકારે જાહેરાત

એક એવો દેશ જ્યાં સરકાર લોકોને ખર્ચો કરવા પૈસા આપી રહી હોય. આ વાત સાંભળીને આપણને અચરજ થાય. પણ આવુ થવા જઇ રહ્યું છે થાઇલેન્ડમાં. કારણ કે થાઇલેન્ડ છેલ્લા ઘણા લાંબા સમયથી ધીમી આર્થિક વ્યવસ્થાથી પીડાઇ રહી છે.

સોશિયલ મીડિયા દ્વારા આપી જાણકારી
મહત્વનું છે કે ભારતીયો થાઇલેન્ડમાં ફરવા જાય છે. 2024ના શરૂઆતના 6 મહિનામાં જ 10 લાખથી વધારે પ્રવાસીઓએ મુલાકાત લીધી છે. હવે થાઇલેન્ડની સરકાર નબળી પડેલી અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન આપવા માટે યોજના બનાવી રહી છે. થાઇલેન્ડ નાગરિકોને ડિઝિટલ મુદ્રામાં 12.8 બિલિયર ડોલરની વિવાદાસ્પદ યોજના શરૂ કરવા જઇ રહી છે. આ અંગે થાઇલેન્ડના પીએમ શ્રીથા થાવિસિને સોશિયલ મીડિયા દ્વારા સૌને જાણકારી આપી છે.

અર્થતંત્રને વેગ આપવા બનાવી યોજના
થાઇલેન્ડના પીએમએ પોસ્ટમાં જણાવ્યું હતું કે આ યોજના માટે એલિજિબલ બિઝનેસ અને વ્યક્તિ 1 ઑગષ્ટથી રજિસ્ટ્રેશન કરાવી શકે છે. આ સાથે જ તેમણે યોજનાને યોગ્ય રીતે ચલાવવાનો આદેશ પણ આપ્યો છે. આ યોજનાને ઘણા અર્થશાસ્ત્રીઓએ વખોડી છે. તેઓએ આ યોજનાને ઓછી અસરકારક ગણાવી છે. આ યોજના અંગે સરકારનું કહેવુ હતું કે આ યોજના આર્થિક તોફાન લાવી શકે છે, તેની સાથે જ શ્રીથાએ કહ્યું કે તે જીડીપી વૃદ્ધિમાં મદદ કરશે 1.2 થી 1.6 ટકા વધવાની અપેક્ષા છે. આ યોજનાને ડિજિટલ વોલેટ નામ આપવામાં આવ્યું છે, જેનો ઉદ્દેશ્ય અર્થતંત્રને વેગ આપવાનું છે.

50 મિલિયન લોકોને 23 હજાર મળશે
મહત્વનું છે કે થાઇલેન્ડ સરકારે આ એપ્રિલમાં આ યોજનાની જાહેરાત કરી હતી. આ અંતર્ગત 50 મિલિયન લોકોને 23 હજાર રૂપિયા સુધીની રકમ આપવામાં આવશે જે તેઓ તમામ સ્થાનિક વ્યવસાયોમાં ખર્ચ કરી શકે છે. જો કે આ પૈસાને લઈને કેટલીક મર્યાદાઓ નક્કી કરવામાં આવી છે.

થાઇલેન્ડ સરકારની આ યોજનાને લઇને અબજો ડોલરનો ખર્ચ થશે. આ યોજનાને ઘણી અડચણોનો સામનો કરવો પડ્યો છે, જેના કારણે તેના અમલીકરણમાં વિલંબ થઈ રહ્યો છે. નાણાકીય નિષ્ણાતોની ચેતવણીઓને પગલે, એવી જાહેરાત કરવામાં આવી હતી કે પ્રોજેક્ટ માટે ભંડોળ 2024 અને 2025 ના નાણાકીય બજેટમાંથી આવશે. નાણા વિભાગના નાયબ મંત્રી જુલાપન અમોરાનાવિવાતે એક કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે યોજનાની કિંમત 500 બિલિયન બાહટ ($13.8 બિલિયન) થી ઘટાડીને 450 બિલિયન બાહટ ($12.4 બિલિયન) કરવામાં આવી છે.
યોજનાની શું છે મર્યાદા ?
  • આ યોજનામાં કેટલીક મર્યાદા પણ છે. જેમ કે કઇ વસ્તુઓનો આ યોજનામાં સમાવેશ ન કરવો તેને લઇને હજી નિર્ણય લેવાયો નથી. પહેલાના પ્રપોઝલમાં એવી સલાહ આપવામાં આવી હતી કે તેલ, અને ઓનલાઇન ખરીદીનો આ યોજનામાં સમાવેશ ન થવો જોઇએ.
  • જુલાપને વધુમાં કહ્યું કે કોમર્સ મિનિસ્ટ્રી ડિટેઇલ પ્લાન કેબિનેટને સોંપ્યા બાદ આગામી અઠવાડિયામાં જાહેરાત કરવામાં આવશે કે આ યોજનામાંથી કઇ ચીજ વસ્તુઓને બાકાત રાખવામાં આવશે.
  • આ મહિને વર્લ્ડ બેંકની થાઇલેન્ડ ઇકોનોમી મોનિટરે વર્ષ 2024 માટે 2.4 ટકા જીડીપીમાં વધારો થવાનું અનુમાન લગાવ્યું છે. ફેઉ થાઇ પારર્ટીએ શરૂઆતમાં 16 વર્ષ અને તેનાથી વધારે ઉમરના તમામ થાઇ લોકોને ડિઝિટલ વોલેટ આપવાની સલાહ આપી હતી. પરંતુ તે બાદ તેને ઓછી આવક ધરાવતા લોકો પુરતુ જ સીમિત કરી દેવામાં આવ્યું. આ એવા લોકો છે જેમની વાર્ષિક આવક 840,000 બાહટ (23000 ડોલર કે 19 લાખ)થી વધારે નથી. અને ફાઇનાન્સિયલ ઇન્સ્ટીટ્યુશનમાં કુલ બચત 5,00,000 બાહટ (13700 ડોલર કે 11 લાખ)થી વધારે નથી. 
  • Follow us on: