• ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા ચાર મહિનાથી ભીષણ યુદ્ધ યથાવત્ 
  • કતાર દેશ બંને પક્ષોને યુદ્ધવિરામ માટે મધ્યસ્થી કરાવવા તૈયાર
  • ઈઝરાયલ હવે છેલ્લો દાવ ખેલવા તૈયાર

ગત સાત ઑક્ટોબરથી ઈઝરાયલ અને હમાસ વચ્ચે સતત યુદ્ધ ચાલી રહ્યું છે. બંને પક્ષે સારી એવી જાનમાલની ખુવારી થઈ હોવા છતાં બંને પક્ષ ટસના મસ થવા તૈયાર નથી. જો કે વચ્ચે એકવાર યુદ્ધવિરામ ચાર દિવસ માટે થયું હતું પરંતુ ફરીથી યુદ્ધ શરૂ થઈ ગયું હતું. જો કે ત્યારબાદ ફરી યુદ્ધની ભયાનક ઘટનાઓ સામે આવતી રહી છે. જો કે આ વખતે એક પોઝિટિવ ન્યૂઝ સામે આવી રહ્યા છે. કતાર દેશે બંને પક્ષે મધ્યસ્થતી કરવા તૈયારી દર્શાવી હતી. 

કતારે મંગળવારે કહ્યું કે હમાસે યુદ્ધવિરામ પ્રસ્તાવનો સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે. હાલમાં અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન ગલ્ફ દેશોના પ્રવાસે છે. અમેરિકા ગાઝામાં કાયમી યુદ્ધવિરામ માટે સમજૂતી પર પહોંચવાનો પ્રયાસ કરી રહ્યું છે.


યુદ્ધવિરામને લઈ હમાસે પોઝિટિવ પ્રતિક્રિયા આપી - કતાર

કતારના વડાપ્રધાન મોહમ્મદ બિન અબ્દુલ રહેમાને અલ-થાનીએ દોહામાં અમેરિકન રાજ્ય સંચિવ એન્ટની બ્લિંકનની મુલાકાત પછી પત્રકાર પરિષદ યોજી. જેમાં તેમને કહ્યું કે અમે બંધકોના મુદ્દે સમજુતી કરારની રૂપરેખા સ્વરૂપે હમાસ પાસેથી મળ્યો છે. જવાબમાં કેટલીક ટિપ્પણીઓ પણ સામેલ છે પરંતુ સામાન્ય રીતે આ પોઝિટિવ છે. અત્યાર સુધીમાં 27 હજારથી વધુ પેલેસ્ટાઈનના મોત થયા છે

દરમિયાન, મંગળવારે (07 ફેબ્રુઆરી), ગાઝાના દક્ષિણી શહેર ખાન યુનિસમાં ઇઝરાયેલના હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 14 પેલેસ્ટિનિયન માર્યા ગયા હતા. આ રીતે ઈઝરાયેલના હુમલામાં અત્યાર સુધીમાં માર્યા ગયેલા પેલેસ્ટાઈનોની કુલ સંખ્યા વધીને 27,585 થઈ ગઈ છે.

તે જ સમયે, ઇઝરાયેલે દાવો કર્યો છે કે તેણે 24 કલાક દરમિયાન ગાઝામાં ડઝનબંધ સશસ્ત્ર પેલેસ્ટાઈનીઓને મારી નાખ્યા છે. આ દિવસોમાં, ઇઝરાયેલી દળોનું નિશાન ખાન યુનિસ અને તેની નજીકના વિસ્થાપિત પેલેસ્ટિનિયન છે.

અમેરિકી વિદેશ મંત્રી સાથે સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મળ્યા

અમેરિકી વિદેશ વિભાગના પ્રવક્તા મિલરે મંગળવારની સાંજે જણાવ્યું હતું કે રિયાધમાં સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાઉદ અને અમેરિકી વિદેશ મંત્રીએ ક્ષેત્રમાં શાંતિ માટે ઉઠાવેલા પગલાંને લઈ ચર્ચા કરી હતી. આમાં કાયમી સંઘર્ષ, બંધકોની મુક્તિ અને માનવીય મદદ પૂરી પાડવાનું સામેલ છે. ત્યારબાદ તે ઈજિપ્ત પહોંચ્યા હતા. જ્યાં તેમને રાષ્ટ્રપતિ અબ્દેલ ફતહ-અલ-સીસીથી વાતચીત શરૂ કરી હતી. ઈજિપ્ત પછી તેઓ કતર અને ઈઝરાયલ જશે.

  • Follow us on: