- અફઘાનિસ્તાનમાં વર્ષના શરૂઆતથી ત્રણ વાર ભૂકંપ આવી ચુક્યા છે
- ધરતીકંપને લીધે લોકો ડરના માર્યા ઘરબહાર દોડી ગયાં
- રિકટર સ્કેલ ઉપર ભૂકંપની તીવ્રતા 5.3 નોંધવામાં આવી
અફઘાનિસ્તાનની ભૂકંપ સંવેદનશીલ ધરતી ફરી એકવાર ભૂકંપના કંપનથી ધ્રૂજી ઉઠી છે. અહીં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. નેશનલ સિસ્મોલોજી સેન્ટર અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.3 નોંધવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર જમીનથી 146 કિલોમીટર ઊંડે હતું. જો કે અફઘાનિસ્તાનના ભૂકંપની અસર પાકિસ્તાનમાં પણ અનુભવાઈ હતી.પાકિસ્તાનના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. હાલમાં કોઈ નુકસાનના અહેવાલ નથી, પરંતુ ભૂકંપની તીવ્રતાને જોતા મોટા પ્રમાણમાં નુકસાન થવાની આશંકા છે.
અફઘાનિસ્તાનમાં તાજેતરના સમયમાં વારંવાર ભૂકંપ આવી રહ્યા છે. અગાઉ ગયા મહિને 21 ફેબ્રુઆરીએ સવારે 4.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપ આવ્યો ત્યારે લોકો પોતાના ઘરોમાં સૂઈ રહ્યા હતા. જાગેલા કેટલાક લોકોએ કંપન અનુભવ્યું હતું. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપની ઊંડાઈ 10 કિમી નોંધાઈ હતી. 24 કલાકમાં આ બીજો ભૂકંપ હતો. આ પહેલા અફઘાનિસ્તાનના ફૈઝાબાદમાં 4.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.












