- ચીનના ચોન્ગકીંગની ટ્રેન સોશિયલ મીડિયા પર છવાઈ
- લાઇટ શ્રેણીની ટ્રેનને કારણે બિલ્ડિંગમાં નથી થતી અડચણ
- વર્ષ 2004માં તૈયાર થઈ હતી ચીનની આ રેલવે લાઇન
દુનિયા અજીબોગરીબ બાબતોથી ભરેલી પડી છે જે આપણને હરહંમેશ આશ્ચર્યચકિત કરતી રહે છે. ઘણી વસ્તુઓ કુદરતે બનાવી છે તો કેટલીક માનવસર્જિત છે. તાજેતરમાં આવી જ એક અનોખી ટ્રેન ચીનમાં જોવા મળી છે. જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. એટલું જ નહિ આ વિડીયો લોકોનું ધ્યાન પણ ખેંચી રહ્યો છે. એક તરફ જ્યાં ચીન એન્જિનિયરિંગ ક્ષેત્રે એવી જોરદાર પ્રગતિ કરી છે કે તે અમેરિકા અને યુરોપને ટક્કર આપી રહ્યું છે. આ બાબતનો અંદાજો ચીનના રેલ સિસ્ટમને જોઈને લગાવી શકાય છે.

એપાર્ટમેન્ટમાંથી પસાર થઈ ગઈ ટ્રેન
રેલ ટેકનોલોજીના પ્રતાપે ચીન એવી અજાયબીઓ બનાવી છે કે તેને જોઈને આખું વિશ્વ ચોંકી રહ્યું છે. વાયરલ થઈ રહેલા વિડિયોમાં તમે એક એવી ટ્રેન જોઈ શકો છો જે 19 માળની રહેણાંક ઇમારતની વચ્ચે થઈને પસાર થાય છે જેને જોઈને સોશિયલ મીડિયામાં લોકો જુદા જુદા પ્રકારના પ્રતિભાવો આપી રહ્યા છે. જણાવી દઈએ કે આ બિલ્ડિંગમાં લોકો રહે છે અને હવે આ બિલ્ડિંગ રેલવે સ્ટેશન પણ બની ગયું છે.
અહી જુઓ વિડીયો
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક અનોખી ટ્રેન જોવા મળે છે જે એક એપાર્ટમેન્ટ માંથી પસાર થાય છે. વિડીયોમાં એક રેલવે બ્રિજ જોઈ શકાય છે જેની નીચે અનેક લોકો ઊભા છે અને ટ્રેનના આવવાની રાહ જોઈ જોતાં વિડીયો બનાવી રહ્યા છે. ત્યાં એક ટ્રેન આવે છે અને જોતજોતામાં તો આખે આખી ટ્રેન એક બિલ્ડિંગની અંદર ઘૂસી જાય છે.
જાણકારી માટે જણાવી દઈએ કે આ ટ્રેન ચીનના ચોન્ગકીંગ શહેરમાં છે, આ શહેરને પહાડોનું શહેર પણ કહેવામાં આવે છે. કારણ કે આ શહેરમાં પહાડ જેવી ઊંચી ઊંચી ઇમારતો છે. જાણવા મળે છે કે વર્ષ 2004માં આ રેલવે લાઇનની શરૂઆત કરવામાં આવી હતી. ચીનની અજીબોગરીબ ટ્રેન લાઇટ ટ્રેનની શ્રેણીમાં આવે છે. આ એટલી શાંત હોય છે કે તેના ચાલવાથી બિલ્ડિંગમાં રહેતા લોકોને કોઈ પ્રકારની પરેશાની નથી થતી.