- એક માનવ અધિકાર સંગઠને માહિતી આપી
- જાહેદાનમાં અથડામણોમાં 93 લોકોની હત્યા
- 16 સપ્ટેમ્બરના રોજ મહસાનું મૃત્યુ થયું હતું
મહસા અમિનીના મૃત્યુ પછી ઇરાનમાં વીતેલા એક મહિનાથી દેશભરમાં વિરોધ દેખાવો થઈ રહ્યા છે. વિરોધ દેખાવને અંકુશમાં લેવા ઇરાનની સરકાર હિંસક વલણ અપનાવી ચૂકી છે. વિરોધ દેખાવોને કચડવા માટે ઇરાન સરકાર દ્વારા લેવાતા પગલાંમાં ઓછામાં ઓછા 122 લોકોનાં મૃત્યુ થયા છે. ઓસ્લો સ્થિત એક માનવ અધિકારી સંગઠને સોમવારે આ જાણકારી આપી હતી.
16 સપ્ટેમ્બરના રોજ મહસાનું મૃત્યુ થયું હતું
સંગઠને એક નિવેદનમાં જણાવ્યું કે ઇરાની દળોએ સિસ્તાન-બલૂચિસ્તાન અને દક્ષિણ-પૂર્વ પ્રાંત જાહેદાન શહેરમાં અલગ અલગ અથડામણોમાં 93 લોકોને મારી નાખ્યા. સંગઠને આ પહેલાં ઇરાનમાં કુલ 108 મૃત્યુ થયાની વાત કરી હતી, પરંતુ સોમવારે આંકડા અપટેડ કરતાં કુલ 122 મૃત્યુ નોંધાયાનું જણાવ્યું હતું. સંગઠનના જણાવ્યા મુજબ કુલ મૃતકોમાં 27 બાળકોનો પણ સમાવેશ થાય છે.
જાહેદાનમાં અથડામણોમાં 93 લોકોની હત્યા
સંગઠનના ડિરેક્ટર મહમૂદ અમીરીએ ઇરાન સરકારની આ કાર્યવાહીની આલોચના કરી હતી. ઇરાનના દળો દ્વારા આચરવામાં આવી રહેલી હિંસાને તેમણે લાપરવાહ સરકાર દ્વારા પ્રેરિત હિંસા કહી કે જેમાં બાળકો અને જેલના કેદીઓને પણ નિશાન બનાવવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે ઇસ્લામિક પ્રજાસત્તકના અધિકારીઓ જુઠ્ઠા પુરાવા રજૂ કરીને લોકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.
એક માનવ અધિકાર સંગઠને માહિતી આપી
16સપ્ટેમ્બરના રોજ સમગ્ર ઇરાનમાં હિજાબ વિરોધ દેખાવો શરૂ થઈ ગયા હતા. મહસા અમિનીના મૃત્યુને કારણે હોબાળો શરૂ થયો હતો. 22 વર્ષની મહસાની પોલીસે તેણે હિજાબ ધારણના કર્યો હોવાથી 13 સપ્ટેમ્બરે અટકાયત કરી હતી. પોલીસ અટકાયતમાં તેની મારપીટ થતાં તે કોમામાં સરી પડી હતી. અટકાયતના ત્રીજા દિવસે અર્થાત 16 સપ્ટેમ્બરના રોજ મહસાનું મૃત્યુ થયું હતું.