- સાઉથ આફ્રિકાએ ઈઝરાયલ સામે નરસંહારના આરોપ મુક્યા
- ગાઝામાં ઈઝરાયલના સૈન્ય અભિયાનને રોકવા સાઉથ આફ્રિકા ICJના શરણે
- ઈઝરાયલ-હમાસ વચ્ચે ત્રણ માસથી ભીષણ યુદ્ધ યથાવત્
ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા ત્રણ મહિનાથી ભીષણ યુદ્ધ યથાવત્ છે. આ દરમિયાન આંતરરાષ્ટ્રીય કોર્ટે મહત્ત્વની જાહેરાત કરી છે. કોર્ટનું કહેવું છે કે શુક્રવારે દક્ષિણ આફ્રિકાના આરોપો પર નિર્ણય આપશે. મહત્ત્વનું છે કે દક્ષિણ આફ્રિકાએ ઈઝરાયલ વિરુદ્ધ ગાઝામાં નરસંહારનો આરોપ લગાવતા કોર્ટના શરણે ગયો હતો. કોર્ટે દક્ષિણ આફ્રિકાને અપીલ કરી કે તે જલ્દીથી જલ્દી ઈઝરાયલી સૈન્ય અભિયાનને રોકવાનો આદેશ આપે.
મીડિયા અહેવાલ અનુસાર આઈસીજેએ બુધવારે પ્રસિદ્ધ કરેલા એક નિવેદનમાં કોર્ટે જણાવ્યું કે શુક્રવારે બપોરે એક વાગ્યે હેગના પીસ પેલેસમાં એક જાહેર બેઠકનું આયોજન થશે. આ દરમિયાન જજ જોન ઈ.ડોનોગ્યુ કોર્ટનો ચુકાદો વાંચશે. 26 જાન્યુઆરીએ કોર્ટમાં ગાઝામાં ઈઝરાયલના કથિત નરસંહારને અટકાવવા પર પોતાનો ચુકાદો જાહેર કરશે.













