- મહામારી બાદ ગુણવત્તાસભર શિક્ષણને પ્રોત્સાહન માટે કરાયું આયોજન
- આ વર્ષે ઓક્ટોબરમાં અંતિમ વિજેતાઓની જાહેરાત કરવામાં આવશે
- 'વર્લ્ડ બેસ્ટ સ્કૂલ્સ' માટે દરેક વિજેતાને 50 હજાર ડોલરનું ઇનામ મળશે
બ્રિટનમાં પ્રથમ વખત આપવામાં આવતા 'વર્લ્ડ બેસ્ટ સ્કૂલ્સ' એવોર્ડની ટોપ 10 યાદીમાં પાંચ ભારતીય શાળાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. બ્રિટનમાં સમાજની પ્રગતિના ક્ષેત્રમાં આપેલા યોગદાન માટે 2.5 મિલિયન ડોલરના આ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. મુંબઈમાં આવેલી SKVMની CNM સ્કૂલ અને નવી દિલ્હીની લાજપત નગર-3ની SDMC પ્રાથમિક શાળા ને 'વિશ્વની શ્રેષ્ઠ શાળા પ્રાઈઝ ફોર ઈનોવેશન' શ્રેણીની ટોચની 10 યાદી માટે પસંદ કરવામાં આવી છે.
આ ઉપરાંત મુંબઈની ખોજ સ્કૂલ અને પૂણેના બોપખેલમાં આવેલી PCMC ઈંગ્લિશ મિડિયમ સ્કૂલને 'કમ્યુનિટી કોલાબોરેશન' કેટેગરીમાં ટોપ 10ની યાદીમાં સામેલ કરવામાં આવી છે. હાવડાની સમરિટન મિશન સ્કૂલ (ઉચ્ચ)ને 'ઓવરકમિંગ એડવર્સિટી'ની શ્રેણીમાં વિશ્વની શ્રેષ્ઠ શાળાઓની યાદીમાં સ્થાન મળ્યું છે. T4એજ્યુકેશનના સ્થાપક અને 'વર્લ્ડની બેસ્ટ સ્કૂલ' એવોર્ડથી સન્માનિત વિકાસ પોટાએ કહ્યું કે, 'કોવિડના કારણે શાળાઓ અને યુનિવર્સિટીઓ બંધ થવાથી 1.5 અબજથી વધુ વિદ્યાર્થીઓ પ્રભાવિત થયા છે.










