• ક્રેગ હેમિલ્ટન નવા નાસ્ત્રેદમસ તરીકે ઓળખાય છે
  • તેઓએ કહ્યું છે કે વિમાન દુર્ઘટના ત્રીજા વિશ્વ યુદ્ધ તરફ દોરી જશે
  • આ યુદ્ધ ચીન અને તાઈવાનને લઇ હશે અને તેના પરિણામો ચોંકાવનારા હશે

નાસ્ત્રેદમસની ભવિષ્યવાણીઓને લોકો આજે પણ ડિકોડ કરતા રહે છે. પરંતુ આ બધાની વચ્ચે 'નવા નાસ્ત્રેદમસ'ના નામથી પ્રખ્યાત ક્રેગ હેમિલ્ટન પાર્કરે ચોંકાવનારી ભવિષ્યવાણી કરી છે. ક્રેગની આગાહી અનુસાર વર્ષ 2023માં વિશ્વ યુદ્ધ 3નું સાક્ષી બનશે. આ વિશ્વયુદ્ધની શરૂઆત માટે પ્લેન ક્રેશને જવાબદાર બતાવે છે. ક્રેગ હેમિલ્ટને બ્રિટનની રાણી એલિઝાબેથ II ના મૃત્યુની સાચી આગાહી કરી હતી. ત્યારબાદ જ ક્રેગને નવો નાસ્ત્રેદમસ કહેવા લાગ્યા છે.

પરંતુ ત્રીજા વિશ્વ યુદ્ધ માટે ક્રેગ યુદ્ધ માટે રશિયા અને યુક્રેનને નહીં પરંતુ તાઇવાનને દોષિત ગણાવે છે. ક્રેગે તાઇવાનમાં વિનાશક વિમાન દુર્ઘટનાની આગાહી કરે છે, જે આ વર્ષે ત્રીજા વિશ્વ યુદ્ધની શરૂઆત હોઈ શકે છે. ભવિષ્યવકતાએ સમજાવ્યું કે કાં તો બે સબમરીન અથવા બે વિમાનો ટકરાશે. ડેઈલી સ્ટાર સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે આ ઘટનાથી ચીન અને રશિયા વચ્ચે મોટો સંઘર્ષ શરૂ થશે. આગામી બે વર્ષમાં તે સૌથી ગંભીર બની જશે.

તાઈવાન અને ચીન વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે

તેમણે દાવો કર્યો કે તેઓ અનુભવી શકે છે કે આ વર્ષે તાઈવાનને લઈને સંઘર્ષ થશે. તેમણે કહ્યું કે તે અકસ્માત હશે. ક્રેગે કહ્યું કે કાં તો સબમરીન એકબીજા સાથે અથડાશે અથવા તો એરોપ્લેન અથડાશે. કદાચ કોઈ તેને ટ્રિગર કરે છે. થોડી જ વારમાં તે બેકાબૂ થવા લાગશે. તાઈવાન અને ચીન વચ્ચે પણ લાંબા સમયથી સંઘર્ષ ચાલી રહ્યો છે. તાઈવાન પોતાને એક સ્વતંત્ર રાષ્ટ્ર કહે છે, જ્યારે ચીન તેને પોતાનો ભાગ કહે છે.

યુદ્ધનું પરિણામ શું આવશે?

અમેરિકા તાઈવાનનો પક્ષ લે છે. ક્રેગનું કહેવું છે કે આ યુદ્ધ એટલું મોટું થઈ જશે કે યુક્રેનનું યુદ્ધ નાનું લાગશે. તેમણે ઉમેર્યું કે મને લાગે છે કે રશિયા ચીનનો પક્ષ લેશે, જે વસ્તુઓને વધુ ખતરનાક બનાવશે. મામલો વધુ બગડશે, જે મારી મુખ્ય ચિંતા છે. તેમણે આ યુદ્ધનું ચોંકાવનારું પરિણામ જણાવ્યું છે. તેમણે કહ્યું કે તે એક નવા ચીનને જન્મ આપશે, જે ઘણા દેશોમાં તૂટી જશે. એક મોટું ચીન સમાપ્ત થશે. ફ્રાન્સના મૂળ નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી પણ કહે છે કે વર્ષ 2023માં એક મોટું યુદ્ધ થશે. તમે અહીં નાસ્ત્રેદમસની આગાહીઓ વાંચી શકો છો.