• બ્રિટનમાં ગેરકાયદે જતા વિદેશીઓમાં અફઘાનિસ્તાન, ઈરાન, તુર્કી ટોચ પર
  • ભારતમાંથી 18થી 40 વર્ષની વયના પુરુષો વધુ બ્રિટન જતા હોવાનું સામે આવ્યું
  •  2023માં 1,192 ભારતીયો નાની બોટમાં ગેરકાયદેસર રીતે બ્રિટન પહોંચ્યા હતા


બ્રિટનમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરનારા ભારતીયોની સંખ્યા સતત વધી રહી છે. ગત વર્ષે 2022ની સરખામણીમાં 60 ટકા વધુ ભારતીયો ઈંગ્લિશ ચેનલ પાર કરીને ગેરકાયદેસર રીતે બ્રિટનમાં પ્રવેશ્યા હતા.

બ્રિટનમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરનારા ભારતીયોની સંખ્યા સતત વધી રહી છે. ગત વર્ષે 2022ની સરખામણીમાં 60 ટકા વધુ ભારતીયો ઈંગ્લિશ ચેનલ પાર કરીને ગેરકાયદેસર રીતે બ્રિટનમાં પ્રવેશ્યા હતા. ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સ દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના આંકડા દર્શાવે છે કે 2023માં 1,192 ભારતીયો નાની બોટમાં ગેરકાયદેસર રીતે બ્રિટન પહોંચ્યા હતા, જ્યારે 2022માં તેમની સંખ્યા માત્ર 748 હતી.

18થી 40 વર્ષની વય જૂથના વધુ લોકો

એવું કહેવાય છે કે દાણચોરો યુકેમાં આશ્રય મેળવવાનો દાવો કરે છે અને લોકોને ગેરકાયદેસર રીતે નાની અને ઘણીવાર અસુરક્ષિત બોટ પર લઈ જાય છે અને હજારો પાઉન્ડ ચાર્જ કરે છે. આવી યાત્રાઓને કારણે વર્ષોથી ઘણા મૃત્યુ થયા છે પરંતુ આ પ્રવાસો કરતા સ્થળાંતર કરનારાઓની સંખ્યા અનેકગણી વધી રહી છે. ભારતમાંથી 18થી 40 વર્ષની વયના મોટાભાગના પુરુષો 2023માં ગેરકાયદેસર રીતે યુકેમાં પ્રવેશ્યા છે.

અફઘાનિસ્તાન, ઈરાન, તુર્કી ટોચ પર

રિપોર્ટ મુજબ અફઘાનિસ્તાન, ઈરાન, તુર્કી, ઈરીટ્રિયા, ઈરાક, સીરિયા, સુદાન અને વિયેતનામના નાગરિકો મોટી સંખ્યામાં નાની બોટ દ્વારા બ્રિટનમાં ઘૂસણખોરી કરી ચૂક્યા છે. 2023માં પાકિસ્તાનથી બહુ ઓછા લોકો આવ્યા છે અને તેમની સંખ્યા માત્ર 103 હતી. 2023માં કુલ 29,438 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ 602 બોટ પર આ રીતે બ્રિટન આવ્યા હતા, જે 1110 બોટ પર 45,774ના આંકડા સાથે 2022 કરતા 36 ટકા ઓછા છે.

ભારત સિવાય ટોચના 8 દેશોમાંથી કેટલી ઘૂસણખોરી?

અફઘાનિસ્તાન-5545

ઈરાન-3562

તુર્કી-3040

એરિટ્રિયા-2662

ઈરાક-2545

સીરિયા-2280

સુદાન-1612

વિયેતનામ-1323


  • Follow us on: