- સિક્યુ. સુપરવાઇઝરનો વીડિયો વાઇરલ થયા બાદ મેટ્રો એક્શનમાં
- બેંગલુરુ મેટ્રો રેલે પેસેન્જરને પડેલી અગવડ બદલ માફી માંગી
- પેસેન્જરને પડેલી અગવડ બદલ BMRCL ખેદ વ્યક્ત કરે છે
બેંગલુરુ મેટ્રોએ સોમવારે એક સિક્યુરિટી સુપરવાઇઝરને એટલા માટે સસ્પેન્ડ કરી દીધો હતો કે તેણે અયોગ્ય વસ્ત્રો પહેર્યા હોવાના કારણે તેમની ટ્રેન સેવાનો ઉપયોગ કરતાં એક ગરીબ ખેડૂતને રોક્યો હતો. એક પ્રવાસીએ ગત 18 ફેબ્રુઆરીના રોજ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં રાજાજીનગર મેટ્રો સ્ટેશન પર બનેલી ઘટના દર્શાવી હતી અને સાથે લખ્યું હતું કે માની ના શકાય તેવું છે... શું મેટ્રો ફક્ત વીઆઈપી માટે જ છે? મેટ્રોનો ઉપયોગ કરવા માટે શું કોઇ ડ્રેસ કોડ છે? હું રાજાજીનગર મેટ્રો સ્ટેશન પર ખેડૂતના અધિકાર માટે લડનારની કામગીરીની પ્રશંસા કરું છું. બેંગલુરુ મેટ્રો રેલે તરત જણાવ્યું હતું કે બેંગલુરુ મેટ્રો એક સમાવેશક પબ્લિક ટ્રાન્સપોર્ટ છે. ઘટનાની તપાસ ચાલી રહી છે અને સિક્યુરિટી સુપરવાઇઝરની સર્વિસને ટર્મિનેટ કરી દેવાઇ છે. પેસેન્જરને પડેલી અગવડ બદલ BMRCL ખેદ વ્યક્ત કરે છે.
સોશિયલ મીડિયા પર BMRCLની આકરી ટીકા










