- ચીનમાં અભ્યાસ કરતાં તામિલનાડુના વિદ્યાર્થી અબ્દુલ શેખનું મોત થયું
- કોરોનાથી દૈનિક મોતનો આંકડો 25 હજાર સુધી પહોંચી શકે છે : વિજ્ઞાનીઓ
- માંડ કડક લૉકડાઉનમાંથી બહાર આવેલા લોકો ઝડપથી સંક્રમણનો ભોગ બની રહ્યા છે
ચીનમાં રોજેરોજ કોરોનાના નવા કેસની સંખ્યા વધી રહી છે અને માંડ માંડ તંત્રના લૉકડાઉનમાંથી બહાર આવેલા લોકો ઝડપથી સંક્રમણનો ભોગ બની રહ્યા છે. યુકેની એક રિસર્ચ ફર્મ એરફિનિટીના અંદાજ અનુસાર ચીનમાં હજુ પણ કોરોનાની આ લહેરની પીક આવી નથી. 13 જાન્યુઆરીએ પ્રથમ પીક આવશે કે જ્યારે એક દિવસમાં ઓછામાં ઓછા 37 લાખ લોકો કોરોના સંક્રમિત થઈ શકે છે. આ ઉપરાંત એક દિવસમાં લગભગ 25 હજાર લોકોનાં મોત થઈ શકે છે. કંપનીના વિશ્લેષણ અનુસાર ડિસેમ્બરથી જાન્યુઆરી સુધીમાં જ ચીનમાં મોતને ભેટનારા લોકોની સંખ્યા 5.84 લાખ થઈ જશે. એટલું જ નહીં એપ્રિલની આખર સુધીમાં તેમાં 17 લાખ લોકોનો ઉમેરો થઈ જશે. એરફિનિટીના મોડેલ ડેટા અનુસાર ચીનમાં ઝીરો કોવિડ પોલીસીને પડતી મૂકવામાં આવ્યા બાદ સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. આ લહેરની બીજી પીક ત્રણ માર્ચ સુધીમાં આવી શકે છે.
ચીનમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીનું મોત










