• શીખ નેતાએ ટ્રુડોની ટીકા કરી
  • જસ્ટિન ટ્રુડોના નિર્ણયને હાસ્યાસ્પદ ગણાવ્યો
  • દેશમાં આવાસની કટોકટી માટે દોષ ટ્રુડો પર નાખવો જોઈએ
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો પોતાના દેશના શીખ નેતા માટે ખાલિસ્તાનના સમર્થક તરીકે ફરી રહ્યા છે અને ભારત વિરૂદ્ઘ સતત નિવેદનો આપતા હોય છે. હવે શીખ નેતાએ ટ્રુડોની ટીકા કરી છે. કેનેડાના સાંસદ અને સરકારમાં સામેલ ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીના નેતા જગમીત સિંહે જસ્ટિન ટ્રુડોના નિર્ણયને હાસ્યાસ્પદ ગણાવ્યો છે.
હકીકતમાં કેનેડા હાલમાં હાઉસિંગ કટોકટીનો સામનો કરી રહ્યું છે જેની કેનેડિયનો ખાસ કરીને યુવાનો અને ઓછી આવક ધરાવતા પરિવારો પર નોંધપાત્ર અસર પડી રહી છે. કેનેડાના સાંસદ જગમીત સિંહે મંગળવારે પીએમ ટ્રુડોની ટીકા કરતા કહ્યું હતું કે, દેશમાં આવાસની કટોકટી માટે દોષ તેમના પર નાખવો જોઈએ, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પર નહીં.

ટ્રુડોની વાતને હાસ્યાસ્પદ ગણાવી

તેમણે જણાવ્યું હતું કે, જસ્ટિન ટ્રુડોની હાઉસિંગ કટોકટીએ વિદ્યાર્થીઓને ઘર શોધવા માટે સંઘર્ષ કરવાની ફરજ પાડી છે. વિદ્યાર્થીઓને દોષ આપવાને બદલે તાત્કાલિક ઉકેલો અમલમાં મુકવા જોઈએ. આ સ્થિતિને પહોંચી વળવા માટેના પગલાંઓમાં સરકારે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના પ્રવેશને મર્યાદિત કરવાનો પ્રસ્તાવ પણ મૂક્યો છે. જો કે જગમીત સિંહે તેને હાસ્યાસ્પદ નિર્ણય ગણાવ્યો છે.

કેનેડામાં હાઉસિંગ કટોકટી એક ગંભીર સમસ્યા

NDP સાંસદે કહ્યું હતું કે તેઓ ગંભીર હાઉસિંગ કટોકટીનો સામનો કરતી વખતે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પર પ્રતિબંધની વાત કરી રહ્યા છે. આ હાસ્યાસ્પદ છે. જગમીતે ટ્રુડો સમક્ષ પ્રસ્તાવ મૂક્યો હતો કે શૈક્ષણિક સંસ્થાઓ પાસે તેમના વિદ્યાર્થીઓને જાળવી રાખવાની યોજના હોવી જોઈએ. તાજેતરમાં મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ પણ પ્રભાવિત થયા છે. હાલમાં કેટલાક વિદ્યાર્થી જૂથો જેમાંથી મોટા ભાગના ભારતના હતા. તેઓએ તેમના કેમ્પસની બહાર યોગ્ય રહેઠાણની સુવિધાની માંગ સાથે વિરોધ પણ કર્યો હતો.

ટ્રુડોએ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોવાનો આક્ષેપ

હીકકતમાં જસ્ટિન ટ્રુડોએ સંસદમાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા પાછળ ભારતનો હાથ હોવાનો આરોપ લગાવ્યો હતો. ત્યાર બાદ તેણે તપાસ પૂરી ન થાય ત્યાં સુધી ભારતીય હાઈ કમિશનરને કેનેડામાંથી હાંકી કાઢ્યા હતા. ભારતે આ આરોપોને વાહિયાત અને પ્રેરિત ગણાવીને ફગાવી દીધા હતા. આ સિવાય કેનેડાના હાઈ કમિશનરને નવી દિલ્હીથી હાંકી કાઢવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે નિજ્જરની 18 જૂનના રોજ સરેમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

  • Follow us on: