• પાકિસ્તાનના અજબ ગુનાના ગજબ ચુકાદા
  • પરવેઝ મુશર્રફના નિધન બાદ પણ કેસ સુપ્રીમમાં ચાલી રહ્યો છે
  • પાકિસ્તાનની સુપ્રીમે આપ્યો કંઈક વિચિત્ર ચુકાદો


પાકિસ્તાન આજકાલ કોઈને કોઈ મુદ્દે મીડિયા કાંતો સોશિયલ મીડિયામાં ચર્ચમાં આવતું હોય છે. બસ આવી જ એક ઘટનાને લઈને ફરીથી પાકિસ્તાન ચર્ચામાં આવ્યું છે. આ વખતે પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયેલા ચુકાદાને લઈ વિશેષ ચર્ચામાં છે. ભારતના પાડોશી દેશ એવા પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે બુધવારે એક વિશેષ કોર્ટે દિવંગત રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફની મોતની સજા આપવાના ચુકાદાને યથાવત્ રાખ્યો હતો.


પાકિસ્તાનના છેલ્લા સૈન્ય શાસક 79 વર્ષીય મુશર્રફનું મોત પાંચમી ફેબ્રુઆરી 2023 દુબઈમાં થયું હતું. તેઓ પોતાના દેશમાં ગુનાહિત કેસથી બચવા માટે વર્ષ-2016થી જ દુબઈમાં જઈને વસ્યા હતા. પાકિસ્તાનના મુખ્ય જસ્ટિસ કાઝી ફૈઝ ઈસાની નેતૃત્વમાં ચાર સભ્યોની બેંચે સુનાવણી હાથ ધરી હતી. 17 ડિસેમ્બર 2019માં પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાધની સરકાર દરમિયાન પરવેઝ મુશર્રફ વિરુદ્ધ વર્ષ-2007માં ગેરબંધારણીય નિર્ણય લેવા અને કટોકટીકાળની જાહેરાત કરવા એક વિશેષ કોર્ટમાં મોતની સજા ફટકારી હતી.  ઉલ્લેખનીય છે કે, વર્ષ-2013માં મુશર્રફ સામે દેશદ્રોહના કેસમાં ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. 

  • Follow us on: