- ઈઝરાયલી સૈનિકો મહિલાઓનાં વસ્ત્રોમાં ફોટો પડાવતા નજરે પડયા
- યુનોના પ્રવક્તાએ આ સમગ્ર ઘટનાને અપમાનજનક ગણાવી
- પેલેસ્ટિયનોના મકાનોમાં જવાનો મસ્તી કરતા હોવાનો વીડિયો વાયરલ
ઈઝરાયેલના સૈનિકો પેલેસ્ટાઈનના બરબાદ થયેલા ઘરોમાં મહિલાઓના વસ્ત્રો સાથે રમતાં જોવા મળ્યા છે. આ તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ઈઝરાયેલ સૈનિકોની આ કાર્યવાહી બાદ સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર આયોગના પ્રવક્તા રવિના શામદાસાનીએ તેને અપમાનજનક ગણાવ્યું છે.













