• બે જજ અને બે અપીલ માટે એક સરખો જ ચુકાદો

  • યુકેની સુપ્રીમ કોર્ટમાં અરજી કરવા મંજૂરી ન આપતા નીરવ મોદીને ફટકો
  • નીરવ મોદી પાસે બ્રિટનમાં હવે કોઈ કાનૂની વિકલ્પ બચ્યો નથી, પ્રત્યાર્પણ નિશ્ચિત

ભારતમાં રૂ. 14,500 કરોડનું કૌભાંડ આચરીને લંડન ભાગી જનાર હીરાના વેપારી નીરવ મોદીનાં ભારતમાં પ્રત્યાર્પણ માટેનો માર્ગ ખુલ્લો થયો છે. લંડનની કોર્ટે ભારતમાં પ્રત્યાર્પણને યુકેની સુપ્રીમ કોર્ટમાં પડકારવા માટેની નીરવ મોદીની અરજી ફગાવી છે. આને કારણે નીરવ મોદીને ફટકો પડયો છે. તે હવે બ્રિટનની સુપ્રીમ કોર્ટમાં અરજી કરી શકશે નહીં. લંડન કોર્ટે કહ્યું હતું કે, મોદીએ આવી અપીલ કરવાની કોઈ જરૂર નથી. નીરવ મોદીની યુકેની સુપ્રીમ કોર્ટમાં જવા મંજૂરી માંગતી અરજી લંડન કોર્ટે ફગાવી હતી. અગાઉ લંડન હાઈકોર્ટે જ મોદીનાં ભારતમાં પ્રત્યાર્પણનો આદેશ આપ્યો હતો. જેની સામે નીરવ મોદી સુપ્રીમ કોર્ટમાં જવા માંગતા હતા. હવે કોર્ટે મોદીની અરજી ફગાવતા તેને ભારતમાં લાવવાનો રસ્તો ખુલી ગયો છે. આ અગાઉ વેસ્ટમિન્સ્ટર કોર્ટે પણ તેનાં પ્રત્યાર્પણની મંજૂરી આપી હતી. મોદીએ કાનૂની ખર્ચ પેટે 1,50,247 પાઉન્ડ ચૂકવવા કોર્ટે આદેશ આપ્યો છે. જો કે નીરવ મોદી યુરોપિયન કોર્ટ ઓફ હ્યુમન રાઈટ્સમાં અપીલ કરી શકે છે.

હાઈકોર્ટે નીરવ મોદીની કઈ કઈ દલીલો ફગાવી?

  • નીરવ મોદીના જાનને ભારતમાં જોખમ છે.
  •  નીરવને ભારત મોકલવાથી તે સુસાઈડ કરશે તેવો કોઈ ભય કે જોખમ નથી.
  •  તેને ભારત મોકલવાનું અન્યાયી ગણાશે.
  • નીરવ માટે હવે કયા વિકલ્પો?
  •  બ્રિટિશ સરકાર તેનાં પ્રત્યાર્પણ પર રોક લગાવી શકે છે.
  •  જો કે બ્રિટિશ સરકારનાં નિર્ણયને ભારત સરકાર કોર્ટમાં પડકારી શકે છે.
  •  નીરવ મોદી બ્રિટિશ સરકાર પાસે રાજ્યાશ્રાય માંગી શકે છે.
  •  નીરવ મોદી યુરોપિયન કમિશન ઓફ હ્યુમન રાઈટ્સમાં અપીલ કરી શકે છે.

બે જજ અને બે અપીલ માટે એક સરખો જ ચુકાદો

ગુરુવારે લંડનની હાઈકોર્ટનાં જસ્ટિસ જેરેમી સ્ટુઅર્ટ સ્મિથ તેમજ જસ્ટિસ રોબર્ટ જે ની બેન્ચ દ્વારા નીરવ મોદીને સુપ્રીમ કોર્ટમાં અરજી કરતા રોકવામાં આવ્યા હતા તેમને બ્રિટનની સુપ્રીમ કોર્ટમાં અરજી કરવા મંજૂરી અપાઈ ન હતી. આ બંને જજોએ જ અગાઉ નીરવ મોદીની બે અરજી પર એક સરખો જ ચુકાદો આપ્યો હતો.


  • Follow us on: