- સંયુક્ત રાષ્ટ્રની હવામાન એજન્સી વિશ્વ હવામાન સંસ્થાએ ચેતવણી આપી
- વિશ્વભરની સરકારોએ આગામી મહિનાઓમાં ખતરનાક હવામાન અને રેકોર્ડ તાપમાન માટે તૈયાર રહેવું જોઈએ
- અલ નીનો વ્યાપકપણે ચોખાની ખેતી કરતા ભારતમાં ચોમાસું નબળું પાડી શકે
સંયુક્ત રાષ્ટ્રની હવામાન એજન્સી વિશ્વ હવામાન સંસ્થાએ ચેતવણી આપી છે કે વિશ્વભરની સરકારોએ આગામી મહિનાઓમાં ખતરનાક હવામાન અને રેકોર્ડ તાપમાન માટે તૈયાર રહેવું જોઈએ. એજન્સીએ અલ નીનોને ધ્યાનમાં રાખીને આ ચેતવણી આપી છે. તેમણે કહ્યું હતું કે, અલ નીનો અહીં રહેવા માટે છે અને ક્યાંય જવાનો નથી. જેમાં ભારત અને એશિયાના અન્ય દેશો વિશે પણ ભયાનક ચેતવણી આપવામાં આવી છે. વૈશ્વિક એજન્સીએ જણાવ્યું હતું કે અલ નીનો વ્યાપકપણે ચોખાની ખેતી કરતા ભારતમાં ચોમાસું નબળું પાડી શકે છે. ચોમાસાના વરસાદથી જ જળાશયો ભરાય છે અને પાકને સિંચાઈ મળે છે.
'અલ નીનો એ કુદરતી આબોહવાની પેટર્ન છે જે પેસિફિક મહાસાગરમાં થાય છે. જેના કારણે દરિયાની સપાટીનું પાણી સામાન્ય કરતા વધુ ગરમ થાય છે. જેના કારણે ભારત સહિત સમગ્ર વિશ્વના હવામાન પર ગંભીર અસર પડી છે. આ વિશ્વભરના અબજો લોકોને અસર કરે છે. એજન્સીના સેક્રેટરી-જનરલ, પેટ્રી તાલાસે કહ્યું હતું કે,'જ્યારે અલ નીનો અસર શરૂ થાય છે ત્યારે તાપમાન ખૂબ જ વધશે અને રેકોર્ડ તૂટી જશે તેવું ઉચ્ચ જોખમ છે.' આ કારણે વિશ્વના ઘણા ભાગોમાં અને સમુદ્રમાં ખૂબ જ ગરમ પવનો ફૂંકાશે.










