• મહેશ કુમાર મલાનીને એક લાખથી વધુ મત મળ્યા
  • આ નેતાને હિંદુ નહીં અન્ય સમુદાયે ખોબલે ખોબલે વોટ આવ્યા
  • વર્ષ-2018માં પણ મહેશ કુમારે બંપર વોટથી જીત નોંધાવી હતી

પાકિસ્તાનમાં તાજેતરમાં યોજાયેલા મતદાન અને ત્યારબાદ ચૂંટણી પરિણામો પર સૌની નજરો ટકેલી છે. જો કે આમ છતાં વોટોની ગણતરી યથાવત્ છે. આ ચૂંટણી અનેક ધાર્યા કરતાં પરિણામો આવ્યા છે. પાકિસ્તાનમાં કોઈપણ એક પાર્ટીને બહુમત નથી મળી. આ ચૂંટણીમાં આસીફ અલી ઝરદારીની પાર્ટી પીપીપી-પીને હારનો સામનો કરવો પડયો છે.

ચૂંટણી પરિણામોમાં પીપીપી-પી ઘણી પાછળ રહી ગઈ

આમ છતાં આ દરમિયાન પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના હિંદુ ઉમેદવાર મહેશ કુમાર મલાનીએ જીત નોંધાવી ઈતિહાસ રચી દીધો છે. તેઓને થરપારકર બેઠકથી સરળતાથી જીત નોંધાવી છે. અણીના સમયે સામાન્ય સીટ જીતનાર મહેશ કુમાર પહેલા બિન મુસ્લિમ શખ્સ બન્યા છે. ચૂંટણીમાં તેઓને આશરે એક લાખ 32 હજાર કરતાં વધુ મત મળ્યા છે. જ્યારે તેમના હરિફ ગ્રેંડ ડેમોક્રેટિક અલાયન્સના અરબાબ ગુલામ રહીમને એક લાખ 13 હજાર જ મત મળ્યા હતા.

વર્ષ-2018માં પણ મલાની જીત્યા હતા

થરપારકરમાં મહેશ કુમાર મલાની ઘણા લોકપ્રિય નેતા છે. આ જગ્યા પર લોકોની વચ્ચે તેમની સારી પકડ છે. 2018માં યોજાયેલી ચૂંટણીમાં પણ પાકિસ્તાન પિપલ્સ પાર્ટીના મહેશ કુમાર મલાનીએ દક્ષિણી સિંધ પ્રાંતમાં થરપારકર સીટથી નેશનલ એસેમ્બલી માટે ચૂંટાઈ આવ્યા હતા. મલાની એવા નેતાઓમાં ગણાય છે જેમની થરપારકરમાં માત્ર હિંદુ સમુયદાય જ નહિ પરંતુ અન્ય ધર્મના લોકો વચ્ચે પણ સારી શાખ છે.

મલાની પીપીપીના જૂના નેતાઓમાંથી એક છે

મહેશ કુમાર મલાની પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના જૂના નેતાઓમાંથી એક છે. તેઓ પૂર્વ વડાપ્રધાન બેનઝીર ભુટ્ટોના સમયથી પાર્ટી સાથે જોડાયેલા છે. મલાણી બ્રાહ્મણ સમુદાયના છે. થરપારકર પાકિસ્તાનમાં સિંધનો સૌથી મોટો જિલ્લો છે, જેની ગણતરી સૌથી પછાત વિસ્તારોમાં થાય છે. અહીં હિંદુઓની વસ્તી મુસ્લિમો કરતા ઘણી ઓછી છે. આ હોવા છતાં, મલાની અહીં દરેકના પ્રિય છે.

અપક્ષ ઉમેદવારો પર સૌની નજર

આ બાજુ પાકિસ્તાનમાં હાલ ચૂંટણી પરિણામો બાદ સરકારને લઈ સ્પષ્ટ છબી નથી થઈ. ચૂંટણી પહેલા દરેક પક્ષ સત્તા પર કબ્જો કરવા ખૂબ મહેનત કરી હતી. મતદાન પહેલા પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝને જીતવાની આશા હતી. તમામને લાગી રહ્યું હતું કે ફરી નવાઝ શરીફ જોરદાર સત્તામાં પરત ફરશે. પરંતુ પરિણામ આની ઉલટા રહ્યા હતા.

પાકિસ્તાનની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારોનું પ્રદર્શન તમામને નવાઈ પમાડે તેવું છે. કુલ 266 બેઠકોમાંથી 99 સીટ અપક્ષ ઉમેદવારો જીત્યા છે. જેમાં મોટાભાગના ઈમરાન ખાનના ટેકેદાર સ્વતંત્ર ઉમેદવાર છે. આવામાં તમામની નજર અપક્ષ ઉમેદવારો પર ટકેલી છે. તો વળી પીએમએલ-એન પ્રમુખ નવાઝ શરીફે સરકાર રચવાનો દાવો રજૂ કર્યો છે. ઈમરાન ખાનની પીટીઆઈ પાર્ટીએ પણ સરકાર બનાવવાનો દાવો કરી દીધો છે.

  • Follow us on: