• હમાસ-ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલું યુદ્ધનો આજે 24મો દિવસ
  • ગાઝા પટ્ટી પર સુરંગોને બંધ કરવા સ્પૉન્ઝ બોમ્બનો કરશે ઉપયોગ
  • હમાસને રોકવા ઇઝરાયેલ માટે આ મહત્વપૂર્ણ હથિયાર

હમાસ-ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલું યુદ્ધનો આજે 24મો દિવસ છે. બન્ને પક્ષો દ્વારા અનેક હુમાલઓ કરવામાં આવી રહ્યા છે. જોકે હવે ઇઝરાયેલે ગાઝા પટ્ટી પર આવેલ સુરંગોને બંધ કરવા એક નવા પ્રકારનો બોમ્બની શોધ કરી છે. જેમાં કોઈ પણ જાતનો વિસ્ફોટ થતો નથી. પરંતુ આ બોમ્બને એવી રીતે તૈયાર કરવામાં આવ્યો છે કે જયારે તે ફાટે છે ત્યારે તેમાંથી ફીણ નીકળે છે અને તે પથ્થરની જેમ મજબૂત બની જાય છે. જેમા કારણે આતંકીઓએ બનાવેલી સુરંગો ધ્વસ્ત થઇ જશે.


[[$googlead]]

મળતી માહિતી મુજબ 24મો દિવસથી ચાલી રહેલું યુદ્ધમાં હમાસે અનેક તબાહી બોલાવી છે. તેવામાં હવે ઇઝરાયેલ તેના ઈનોવેટિવ હથિયારો માટે વિશ્વભરમાં વિખ્યાત છે. ગાઝા પટ્ટીમાં હમાસના આતંકીઓની સુરંગો તે આ સ્પૉન્ઝ બોમ્બ (Sponge Bomb) દ્વારા બંધ કરશે. ઇઝરાયેલી સૈન્ય માટે સૌથી મોટો પડકાર આ જ છે. કારણ કે હમાસના આતંકીઓ આવી સુરંગોનો ઉપયોગ કરીને જ છુપાઈને હુમલાઓ કરે છે. આ પ્રકારની ગોરિલા યુદ્ધ પદ્ધતિ ઇઝરાયેલ માટે ભારે ખરતારૂપ સાબિત થયું છે. 

[[$alsoread]]

જાણવા મળી રહ્યું છે કે, હમાસ આ સુરંગોમાં તેમના હથિયારો છુપાવે છે. ઇઝરાયેલ માટે ગ્રાઉન્ડ એટેક બાદ આ સૌથી મોટું કામ છે કે તે આ પ્રકારની સુરંગોને બંધ કરે. જો કોન્ક્રીટ અને સિમેન્ટના ચણતર દ્વારા સુરંગોને બંધ કરવામાં આવે તો તેમાં વધારે સમય અને ખર્ચ થાય છે માટે ઇઝરાયેલ દ્વારા સ્પૉન્ઝ બોમ્બ નામનું એક હથિયાર તૈયાર કરવામાં આવ્યું છે જેનાથી સરળતાથી હમાસના આતંકીઓને અટકાવા માટે મદદરૂપ કારગર સાબિત થશે.

આ સ્પૉન્ઝ બોમ્બનો કઇ રીતે થશે ઉપયોગ

ઈઝરાયલે સ્પૉન્ઝ બોમ્બનો ઉપયોગ કરવાનું વિચારવામાં આવી રહ્યું છે. ખાસ કરીને આ સ્પૉન્ઝ બોમ્બ પ્લાસ્ટિકની બેગમાં હોય છે. જેમાં બે અલગ અલગ કેમિકલ હોય છે. આ કેમિકલને મેટલ પ્લેટ અથવા સળિયા જેવી ધાતુથી અલગ રાખવામાં આવે છે. જેવી આ ધાતુ વચ્ચેથી દૂર થાય છે કે તરત જ રસાયણો એકબીજાના સંપર્કમાં આવી પ્રતિક્રિયા કરીને ફીણવાળું પ્રવાહી મિશ્રણ બનાવે છે. જે વાતાવરણની હવાના સંપર્કમાં આવતા ઝડપથી આખા વિસ્તારમાં ફેલાઈ જાય છે અને થોડા સમયમાં તે પથ્થરની જેમ મજબૂત બની ટનલને બંધ કરવામાં ઉપયોગી તશે જેના દ્વારા આતંકી છુપાઇને પલટવાર નહીં કરી શકે.

  • Follow us on: