• બ્રહ્માંડના સૌથી મોટા બ્લેક હોલ ધરાવતી દુર્લભ આકાશગંગા મળી આવી

  • તેમાં ત્રણ ગેલેક્સી એકબીજાને મળી રહી છે
  • જે આસપાસના તારા અને ગ્રહોના રેડિએશન અને ગેસને ગળી જાય છે

અંતરિક્ષમાં એક ખૂબ જ દુર્લભ આકાશગંગા મળી છે. જેની અંદર ત્રણ વિશાળકાય બ્લેક હોલ્સ છે. આ આકાશગંગા એટલા માટે દુર્લભ છે કારણ કે, તેમાં ત્રણ ગેલેક્સી મળી રહી છે. તે તમામ ભેગી મળીને બ્રહ્માંડની સૌથી મોટી વસ્તુ બનાવી રહી છે. આ બ્લેક હોલ્સ એટલા મોટા છે કે તે 1,000 કરોડ સૂર્યના વજન જેટલી હશે. એટલે આ બ્લેક હોલ્સ આપણા સૂર્ય કરતા 30 હજાર કરોડ ગણા મોટા છે. આ બ્લેક હોલ્સ આપણી મિકલી વે આકાશગંગામાં રહેલા બ્લેક હોલ્સ કરતા લાખો ગણા મોટા છે. વિજ્ઞાનીઓ આ ત્રણ આકાશગંગાઓનો અભ્યાસ એસ્ટ્રિડ ટેક્નિક વડે કરી રહ્યા છે. તે એક હાઇ રિઝોલ્યુશન કોસ્મોલોજિકલ સિમ્યુલેશન છે. તેની મારફત વિજ્ઞાની બ્રહ્માંડની ઉત્પત્તિનો સમય શોધી રહ્યા છે જે લગભગ 1,100 કરોડ વર્ષ જૂનો મનાય છે. તે દરમિયાન આ વિશાળકાય બ્લેક હોલની જાણકારી મળી હતી જે ત્રણ આકાશગંગાઓના મિલનના સ્થળે આવેલી છે. દરેક આકાશંગંગાના ક્વાસાર છે. ક્વાસાર એ વિશાળકાય બ્લેકહોલ હોય છે, જે રેડિએશન અને ગેસને ખાતા રહે છે. તે આસપાસ રહેલા તારા અને ગ્રહોના રેડિએશન અને ગેસને ગળી જાય છે.

15 કરોડ વર્ષમાં અવકાશના આ રાક્ષસનું સર્જન થયું

યૂઇંગ નીએ કહ્યું હતું કે, આ દુર્લભ દૃશ્યમાં ત્રણ આકાશગંગાઓ છે. ત્રણ ક્વાસર મળવાથી સર્જાયેલો મોટો બ્લેક હોલ છે. આ ત્રણેય આકાશગંગાઓનું વજન આપણી ગેલેક્સી એટલે કે મિલ્કી વેથી 10 ગણું વધારે છે. ત્રણેય ક્વાસરને એકબીજા સાથે મળવામાં ઓછામાં ઓછા 15 કરોડ વર્ષ લાગ્યા છે. ત્યારબાદ આ ત્રણેયે મળીને આટલો મોટો બ્લેકહોલ બનાવ્યો છે. જેનું વજન આપણા સૂર્ય કરતા 30 હજાર કરોડ ગણું વધારે છે.

ભવિષ્યમાં પણ આટલા મોટા બ્લેક હોલ બની શકે

યૂઈંગના અનુસાર આ દુર્લભ દૃશ્યે જણાવી દીધું છે કે, કઈ રીતે કોઈ સુપર-અલ્ટ્રામેસિવ બ્લેક હોલનું નિર્માણ થાય છે. ભવિષ્યમાં આ વસ્તુઓ ફરીવાર શક્ય છે. જો આપણે બ્રહ્માંડની શોધ ચાલુ રાખીશું તો શક્ય છે કે, તેનાથી પણ મોટી વસ્તુઓ મળી જાય જેમાં મોટા બ્લેક હોલ હોય, કારણ કે, આવા મોટા બ્લેક હોલ જ્યારે બને છે, ત્યારે તે પોતાની આસપાસની વસ્તુઓને ગળી જાય છે, જેથી તે પોતાને મોટા કરી શકે.

અત્યંત દુર્લભ અને શક્તિશાળી હોય છે આ બ્લેક હોલ

જ્યારે ત્રણેય આકાશગંગાના ક્વાસર પરસ્પર મળ્યા ત્યારે તેમણે મળીને એક વિશાળકાય બ્લેક હોલ બનાવી લીધો હતો. હવે આ શક્તિશાળી બ્લેક હોલ પોતાની આસપાસની વસ્તુઓને રાક્ષસની જેમ ખાઈ રહ્યો છે. હાર્વર્ડ-સ્મિથસોનિયન સેન્ટર ફોર એસ્ટ્રોફિઝિક્સના ફેલો યૂઇંગ નીએ જણાવ્યું હતું કે, આ દુર્લભ દૃશ્ય છે.


  • Follow us on: