- ચીનની સરકાર દેશમાં મુસ્લિમોને લઈ મોટું આયોજન કરી રહી છે
- ચીનના શિનઝિયાંગ પ્રાંતમાં મુસ્લિમોનું ચીનીકરણની તૈયારી થઈ રહી છે
- ચીનમાં ઉઈગર મુસ્લિમો પર અત્યાચારનો યુએનમાં પણ રિપોર્ટ રજૂ કરાઈ ચુક્યો છે
ચીન દેશની કમ્યૂનિસ્ટ પાર્ટીના સિનિયર અધિકારીએ શી ઝિનપિંગના આ પ્લાનને લઈને કહ્યું કે મુસ્લિમ બહુમતી શિનઝિયાંગમાં ઈસ્લામનું ચીનીકરણ જરૂરી છે. બેઈજિંગમાં ચીનના વાર્ષિક સંસદીય સત્રના પ્રસંગે ક્ષેત્રીય પાર્ટી પ્રમુખ શિનગ્રુઈએ કહ્યું કે શિનજિયાંગમાં ઈસ્લામનું ચીનીકરણ જરૂરી છે. શિગ્રુઈનું આ નિવેદન ચીનના રાષ્ટ્રપતિ શી ઝિનપિંગના નિવેદનના છ માસ પછી આવ્યું છે. જ્યાં તેમને દેશમાં ઈસ્લામના ચીનીકરણને પ્રોત્સાહ આપવાની વાત કહીં હતી.
શું છે ઈસ્લામનું ચીનીકરણ?
ઈસ્લામ ધર્મનું ચીનીકરણ એટલે ચીનની સંસ્કૃતિમાં બીન ચીની સમાજ અને જૂથોને સામેલ કરવાની પ્રક્રિયા છે. પરંતુ આમાં જોર ઈસ્લામની ચીનની સંસ્કૃતિ, વિચારધારા અને જાતિના નિયમોને આત્મસાત કરવાના પર રહે છે.
ચીનમાં શિનઝિયાંગના મુસ્લિમ સમાજ તેમના પ્રત્યે વફાદાર ન હોવાની ચીનની સરકાર આશંકા કરે છે. આ કારણે અહીંની ઘણી મસ્જિદોનો નાશ કરાયો છે. ચીનમાં લઘુમતીઓને કેદ કરવા ઘણા કેમ્પ બનાવાયા છે. અહીં તેઓનું શોષણ કરાય છે.
ચીનમાં ઉઈગર મુસ્લિમો પર અત્યાચાર
ચીન પર ઉઈગર મુસ્લિમોને હેરાન કરવાનો આરોપ લાગતા રહે છે. માનવાધિકાર જૂથોનું કહેવું છે કે ચીનમાં છેલ્લા 10 વર્ષમાં 10 લાખ ઉઈગર મુસ્લિમોને બળજબરીથી અટકાયત કરાયા છે. સૂત્રો અનુસાર ચીનના શિનઝિયાંગમાં ઉઈગર મુસ્લિમોની પ્રાર્થના પર પ્રતિબંધ મુકી દેવાયો છે. આ ઉપરાંત તેઓની મસ્જિદને પણ નષ્ટ કરતા રહેતા હોય છે. ગત વર્ષે યુએન રાઈટસ પ્રમુખે રિપોર્ટ પ્રસિદ્ધ કર્યો હતો જેમાં ચીનમાં ઉઈગર મુસ્લિોની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરાઈ હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે માનવતા વિરુદ્ધ ગુનાને સાંખી નહિ લેવાય. આ ઉપરાંત ઉઈગર મુસ્લિમોને કેદ કરાયા હોવાના પુરાવા આપ્યા હતા.
કોણ છે ઉઈગર
ઉઈગર મધ્ય એશિયન વિસ્તારના લઘુમતી મુસ્લિમ છે. જે તુર્કીથી મળતી આવતી ભાષા બોલે છે. ઉઈગર મુસ્લિમોની સૌથી મોટી વસ્તી ચીનના શિનઝિયાંગ વિસ્તારમાં રહે છે. શિનજિયાંગમાં આશરે 1.2 કરોડ મુસ્લિમ રહે છે. આ ઉપરાંત ચીનમાં અન્ય પણ મુસ્લિમ છે. જેમાં કઝાખ, ઉઝ્બેક, તાઝિક અને કિર્ગિસ છે.













