- દુનિયાભરમાં 20 હજાર લાખ કરોડ કીડીઓ
- સમગ્ર વિશ્વમાં હાલ કીડીઓની વિવિધ 17 હજાર પ્રજાતિઓ અસ્તિત્વમાં છે
- એન્ટાર્કટિકા ખંડને છોડી દઇએ તો દુનિયાના લગભગ તમામ ભાગમાં કીડીઓ મળી આવે છે
કીડીઓથી પર્યાવરણને ખતરો પેદા થઇ શકે? શું કીડીઓ પર્યાવરણને નુકસાન કરી શકે તેમ છે? આ સવાલનો જવાબ આપણે બધા નામાં જ આપીશું પણ તાજેતરમાં થયેલા એક અભ્યાસ અનુસાર કીડીઓ પર્યાવરણ માટે ખતરનાક છે. યુનિવર્સિટી ઓફ કાર્ડિફ દ્વારા કરાયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે આક્રમક પ્રવાસી કીડીઓ સંસાધનો માટે સ્પર્ધા કરીને તેમના શિકાર મારફત સ્થાનિક પ્રજાતિઓની સંખ્યાને 53 ટકા જેટલી ઘટાડી શકે છે. એન્ટાર્કટિકા ખંડને છોડી દઇએ તો દુનિયાના લગભગ તમામ ભાગમાં કીડીઓ મળી આવે છે. કીડીઓ પારિસ્થિતિક તંત્રની સ્થિરતાને જાળવી રાખવામાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
તેમની વસ્તી વિશે કરાયેલા એક અભ્યાસથી જાણવા મળ્યું છે કે દુનિયાભરમાં લગભગ 20 હજાર લાખ કરોડ કિડીઓ છે. દુનિયાભરમાં તેમની 17 હજાર કરતા વધારે પ્રજાતિઓના અસ્તિત્વની જાણકારી મળી છે. આ આક્રમક કીડીઓ વૈશ્વિક વેપાર મારફત માનવીઓ દ્વારા નવા સ્થાનો સુધી પહોંચી છે. પોતાની ગજબની અનુકૂલન ક્ષમતા મારફત તે દુનિયાભરના અલગ-અલગ વાતાવરણમાં રહેવા માટે સક્ષમ અને લાયક બની છે. અભ્યાસ દ્વારા જાણવા મળ્યું છે કે કીડીઓના આક્રમણ બાદ ક્ષેત્રમાં જીવોની કુલ સંખ્યા લગભગ 42 ટકા ઘટી ગઇ હતી. જ્યારે પ્રજાતિઓની વૈવિધ્યતામાં પણ સરેરાશ 53 ટકાની કમી આવી છે.










