દિવાળી આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભારતીયોનું વેકેશન ગાળવા પોતાના મનગમતા સ્થળો પર નીકળી પડતા હોય છે. દિવાળી અગાઉ જે દેશોમાં જવાનું ભારતીયો સૌથી વધુ પસંદ કરે છે તેમાં હવે ટોચ પર માલદીવ નહિ પરંતુ સિંગાપુર આવી ગયું છે. સિંગાપુરમાં ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં રેકોર્ડ ઉછાળો આવ્યો છે. આ કેલેન્ડર વર્ષ-2024ના પહેલા નવ મહિનામાં 13 ટકાનો વધારો થયો છે. હવે આ આ વધારો 898,180 પર પહોંચી ગયો છે. સિંગાપુર સરકારે જાહેર કરેલા આંકડાઓએ એવા સમયે જાહેર કર્યા છે જ્યારે સિંગાપુરમાં વિશ્વ પ્રસિદ્ધ હોટલ અને શોપિંગ ક્ષેત્રમાં યોજાનાર ઉત્સવોની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ઈન્ડોનેશિયા અને ચીન જેવા દેશો પછી સિંગાપુરમાં સૌથી વધુ પ્રવાસીઓ ભારતમાંથી આવે છે.

રિપોર્ટ શું કહે છે?
વર્ષ-2023માં 10 લાખથી વધુ ભારતીય પ્રવાસીઓએ સિંગાપોરની મુલાકાત લીધી હતી, મળતી માહિતી અનુસાર, આ વર્ષના પ્રથમ નવ મહિનામાં (જાન્યુઆરીથી સપ્ટેમ્બર) ભારતીય પ્રવાસીઓના આગમનમાં 13 ટકાનો વધારો થયો છે અને આ આંકડો 898,180 પર પહોંચી ગયો છે. દરમિયાન, ઉદ્યોગ નિરીક્ષકોએ તેના આંતરરાષ્ટ્રીય પ્રવાસન બજારને જાળવી રાખવા પર સિંગાપોરના ધ્યાન પર ભાર મૂક્યો હતો. સિંગાપોર વર્ષના અંતની રજાઓ માટે ભારતીય પ્રવાસીઓ માટે મુખ્ય સ્થળ બની ગયું છે.

શું છે માલદીવની હાલત?
સત્તાવાર માહિતી અનુસાર, ભારત છેલ્લા ત્રણ વર્ષથી માલદીવ માટે સૌથી મોટા પ્રવાસી સ્ત્રોતોમાંનું એક હતું, પરંતુ હવે તેનું રેન્કિંગ છઠ્ઠા સ્થાને આવી ગયું છે. આ વર્ષે ઓગસ્ટ સુધીમાં 77,326 ભારતીય પ્રવાસીઓ માલદીવ આવ્યા હતા, જ્યારે વર્ષ-2023માં આ સંખ્યા 2,09,198 હતી. ડેટા એ પણ દર્શાવે છે કે ભારતીય પ્રવાસીઓ માલદીવમાં સરેરાશ 7.7 દિવસ વિતાવે છે. હાલમાં, માલદીવની વિવિધ હોટલોમાં પ્રવાસન હેતુ માટે કુલ 62,740 બેડ ઉપલબ્ધ છે.

  • Follow us on: