• ભારત પર બેફામ આરોપો લગાવનાર કેનેડાના PMનું નિવેદન
  • નિજ્જરની હત્યામાં ભારતની કથિત સંડોવણી પર ભારત સાથે મળીને કામ કરવાની ઈચ્છા
  • સ્થિતિ બગડતી જોઈને ટ્રુડોએ હવે ભારત સાથે મિત્રતાની અપીલ કરી

ભારત પર બેફામ આરોપો લગાવનાર કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત સાથેના તણાવ વચ્ચે ફરી એકવાર મોટું નિવેદન આપ્યું છે. ભારત વિરૂદ્ધ પોતાના ઝેરીલા નિવેદનને લઈને અલગ થયા બાદ ટ્રુડોને ભારતની તાકાતનો અહેસાસ થયો છે. ભારત એક્શનમાં આવતાની સાથે જ ટ્રુડોનું વલણ નરમ પડવા લાગ્યું હતું. પોતાના નિવેદનો દ્વારા ભારત પર ગુસ્સો ઠાલવતા ટ્રુડો વારંવાર પોતાના નિવેદનો પર સ્પષ્ટતા કરી રહ્યા છે હવે ભારત અને કેનેડા વચ્ચેના રાજદ્વારી વિવાદની અસર બિઝનેસ પર પણ દેખાઈ રહી છે. ઘણી ભારતીય કંપનીઓએ કેનેડામાં તેમના બિઝનેસમાંથી ખસી જવાની શરૂઆત કરી દીધી છે. ભારતની કડકાઈ બાદ કેનેડાના પીએમના સૂર બદલાયા છે. સ્થિતિ બગડતી જોઈને ટ્રુડોએ હવે ભારત સાથે મિત્રતાની અપીલ કરી છે.

ભારત સાથે મળીને કામ કરવાની ઈચ્છા

[[$googlead]]

કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ શુક્રવારે (22 સપ્ટેમ્બર) કહ્યું હતું કે કેનેડા હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતની કથિત સંડોવણી પર ભારત સાથે મળીને કામ કરવા માંગે છે.

[[$alsoread]]

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સ્કી સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધતા ટ્રુડોએ કહ્યું હતું કે, 'ભારતના સંદર્ભમાં કેનેડાએ વિશ્વાસપાત્ર આરોપો શેર કર્યા છે જેના વિશે મેં અગાઉ વાત કરી હતી. અમે કેટલાક અઠવાડિયા પહેલા ભારત સાથે આ કર્યું હતું. અમે ભારત સાથે રચનાત્મક રીતે કામ કરવા માંગીએ છીએ અને અમને આશા છે કે તેઓ અમારી સાથે જોડાશે જેથી અમે આ અત્યંત ગંભીર મામલાના તળિયે જઈ શકીએ.

ભારતે તેને 'વાહિયાત' અને 'પ્રેરિત' ગણાવ્યું 

સોમવારે જસ્ટિન ટ્રુડોએ ભારત પર આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની સંડોવણી હોવાની આશંકા છે. જોકે, ભારતે આ આરોપોને સદંતર ફગાવી દીધા હતા. ભારતે ટ્રુડોના આરોપને 'વાહિયાત' અને 'પ્રેરિત' ગણાવ્યો હતો.

  • Follow us on: